તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:કાપડ માર્કેટમાં વેપારીઓ માટે હેલ્પ ડેસ્ક શરૂ કરાશે

સુરત12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મર્કન્ટાઈલ એસોસિએશન દ્વારા શરૂ કરાયેલું હેલ્પ ડેસ્ક 365 દિવસ 24 કલાક શરૂ રહેશે

વેપારીઓની મદદ માટે સુરત મર્કન્ટાઈલ એસોસિએશન દ્વારા અલગ અલગ ચાર માર્કેટમાં હેલ્પ ડેસ્ક શરૂ કરાશે. આ હેલ્પ ડેસ્ક 365 દિવસ 24 કલાક ચાલશે. મર્કન્ટાઈલ એસોસિએશન દ્વારા યોજાયેલી મીટિંગમાં આ નિર્ણય કરવામાં આવ્યો હતો. વેપારીઓનું ઝડપથી નિરાકરણ આવે તે માટે ડેલ્પ ડેસ્ક શરૂ કરાશે. હાલ મિલેનિયમ માર્કેટ, મિલેનિયમ માર્કેટ-2, ન્યુ ટેક્સટાઈલ માર્કેટ અને રઘુકુળ માર્કેટમાં હેલ્પ ડેસ્ક શરૂ કરાશે.

મર્કન્ટાઈલ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર સાબુએ જણાવ્યું હતું કે, ‘હાલ વેપારીઓને પોતાની સમસ્યાનું તરત સમાધાન મળી શકે તે માટે હેલ્પ ડેસ્ક શરૂ કરાયું છે. છેલ્લા કેટલાય સમયથી કાપડ માર્કેટના વેપારીઓ દ્વારા ઉઠમણાં, જીએસટીના પ્રશ્નો તેમજ ચેક બાઉન્સના વિવિધ પ્રશ્નોના સમાધાન માટે યોગ્ય પગલા લેવા માંગ કરી હતી. જેના પરિણામે હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યું છે.

GST તેમજ પેમેન્ટ સંબંધી પ્રશ્નોનું નિરાકરણ કરાશે
જો કોઈ વેપારીને જીએસટીનો પ્રશ્ન હોય કે ઈન્કમટેક્સ, એસએમસી, ટ્રાન્સપોર્ટ અથવા કોઈનું પેમેન્ટ ડૂબ્યું હોય અથવા તો કોઈને સિવિલ મેટરમાં મદદની જરૂર હોય તો તે હેલ્પ ડેસ્ક પર જઈને મદદ માંગી શકશે. તેમને વિના મૂલ્યે મદદ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...