સુરતના ક્રાઈમ ન્યૂઝ:સુરતના કાર મેળા તથા ગેરેજમાંથી ચોરી કરવાની કરતો રીઢો ચોર ઝડપાતા 8 ગુનાના ભેદ ઉકેલાયા

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
મોહમ્મદ મોહસીન સામે અગાઉ ઉધના, અઠવાલાઇન્સ, રાંદેર સહિતના પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા છે - Divya Bhaskar
મોહમ્મદ મોહસીન સામે અગાઉ ઉધના, અઠવાલાઇન્સ, રાંદેર સહિતના પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા છે
  • એલસીટીવી, લેપટોપ, ચોરીના બાઈક સહિતનો મુદ્દામાલ કબ્જે કરાયો

સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી કાર સહિતની ચોરી કરવાના ગુનામાં આરોપીને ઝડપવામાં પોલીસને સફળતા મળી છે. આરોપી દ્વારા કાર મેળામાંથી તથા ગેરેજમાંથી ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવાતી હતી. જેથી પોલીસે બાદમીના આધારે આરોપીને ઝડપી લીધો છે.

સર્વેલેન્સના આધારે ઝડપાયો
કાપોદ્રા પોલીસ દ્વારા વણ શોધાયેલા ગુના ડિટેક્ટ કરવા માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. જેમાં કાર મેળાઓ તથા ગેરેજમાં થયેલ ચોરીઓના વણ શોધાયેલા ગુનાને શોધવા માટે સર્વેલન્સ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી હતી. જે અંતર્ગત પોલીસને બાતમી મળતા રીઢા આરોપી મોહમ્મદ મોહસીન ફિરોઝ મુનશીને ઝડપી લીધો હતો. તેની પાસેથી પોલીસે ચોરી કરેલ મુદ્દા માલમાંથી એલસીડી ટીવી તથા બે લેપટોપ તથા ત્રણ મોબાઇલ ફોન તથા રોકડા રૂપિયા 40 હજાર સહિત ગુનામાં વાપરવામાં આવતું મોટરસાયકલ સહિત કુલ એકલાખથી વધુના મુદ્દા માલને કબ્જે કરવામાં આવ્યો હતો.

આરોપી સામે સાત ગુના નોંધાયેલા
ચોરીના ગુનામાં પકડાયેલા આરોપી મોહમ્મદ મોહસીન સામે અગાઉ ઉધના, અઠવાલાઇન્સ, રાંદેર સહિતના પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા છે. જ્યારે આજે આરોપીએ કાપોદ્રામાં થયેલી ત્રણ ચોરી અને સરથાણામાં એક ચોરી કરી હોવાનું સામે આવતા કુલ ચાર ચોરીના ગુનાના ભેદ ઉકેલાયા છે.

અન્ય સમાચારો પણ છે...