વેસુ કેનાલ રોડની એક પ્રતિષ્ઠીત સ્કૂલમાં વાર્ષિક રૂ. 2.20 લાખ ફી નહીં ભરવી પડે તે માટે મજુરા ગેટ કૈલાશનગર સ્થિત 4 કરોડના બંગલામાં રહેતા એક વાલીએ ઓન પેપર ગરીબ બની આરટીઇ હેઠળ બાળકનો ધોરણ-1માં પ્રવેશ મેળવ્યો હતો.
સ્કૂલના એડમિને જણાવ્યું કે, ઘણા માલેતુજાર વાલીઓ ખોટી રીતે ધોરણ 1 પ્રવેશ મેળવીને ગરીબનો હક્ક છીનવી રહ્યા છે. જેથી અમે તપાસ કમિટી બનાવી હતી, જેમની તપાસમાં મજૂરા ગેટ કૈલાશ નગર સ્થિત 4 કરોડના બંગલામાં રહેતા અને માસિક 50 હજાર સુધીનો પગાર લેતા એક વાલીએ ખોટા કાગળો રજૂ કરીને વાર્ષિક રૂ. 1.20 લાખની આવકનો દાખલો બનાવ્યો હતો. જે પછી પ્રવેશ લીધો હતો. આ વાલીએ ગયા વર્ષે બાળકને એક ખાનગી સ્કૂલમાં વાર્ષિક 35 હજારની ફી ભરીને નર્સરી પણ કરાવ્યું હતું. જેના પણ અમને પુરાવા મળ્યા છે. હાલમાં અમે એડમિશન આપ્યું છે, પરંતુ બાદમાં અમે આખો રિપોર્ટ બનાવી ડીઇઓને સુપરત કરીશું.
મોટાભાગની સ્કૂલો આજથી રૂરબરૂમાં તપાસ કરશે
માલેતુજાર વાલીઓને શોધવા સ્કૂલોએ તપાસ કમિટી બનાવી છે. ઘણા આચાર્યોએ જણાવ્યું હતું કે, હાલમાં અમે પ્રાથમિકમાં ધોરણ- 1માં એડમિશન આપ્યાં છે. વાલીઓ પાસેથી ડોક્યુમેન્ટ પણ મેળવી લીધા છે. આ અંગે અમારી તપાસ કમિટી વાલીઓને ત્યાં સોમવારથી રૂબરૂ જઈને તપાસ કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.