એસજીએસટીએ ક્લિન સુરત મિશન હેઠળ બોગસ બિલિંગ કરનારાઓ પર કાર્યવાહી ચાલુ રાખી છે આજે વધુ 23 પેઢીઓને ત્યાં તપાસ કરાતા તેમાં 13 પેઢીઓ બોગસ નિકળી હતી. જેમાં કૌભાંડીઓએ 269 કરોડના ટ્રાન્ઝેકશન કરી દેવાયા હતા અને તેના આધારે રૂપિયા 28.52 કરોડની વેરાશાખ પણ પાસઓન કરી દેવામાં આવી છે. દરમિયાન તપાસમાં બહાર આવ્યુ છે કે જેટલી બોગસ પેઢીઓ નિકળી રહી છે તેમાં મોટાભાગના નંબર સીજીએસટી દ્વારા ઇશ્યુ કરવામાં આવ્યા છે. સૂત્રો તો ત્યાં સુધી કહી રહ્યા છે કે સીજીએસટીએ કરવાની સફાઈ એસજીએસટી કરી રહ્યુ છે. 11માં બોગસ ડોક્યુમેન્ટ રજૂ કરાયા હતા.
CGSTમાં મળવા જવા બાબુઓને ફોન કરવાના
સીજીએસટીમાં તાજેતરનું નવું ફરમાન ચર્ચામાં છે. મુલાકાતી ડિપાર્ટમેન્ટમાં આવે તો તેણે એન્ટ્રી કરવાની અને કોને મળવા જવાનું છે તે નામ લખવાનું, અહીં સુધી તો સમજી શકાય. પરંતુ જે અધિકારીને મળવાનું છે તે અધિકારીને પહેલાં ફોન કરવાનો. બાબુ હા કહે તો જ જવાનું નહીં તો ઘરે પરત. જે જોઇન્ટ કમિશનરે આ ફરમાન જારી કર્યું છે તે ધર્મેન્દ્ર હેર્માએ કહ્યું કે ઉપર આવતા પહેલાં અધિકારીને ફોન કરવો જરૂરી છે. જો કે, એક ચર્ચા એ પણ છે કે પત્રકારોને ઉપર આવતા અટકાવવા આ ફરમાન કરાયું છે અથવા તો પત્રકારો કોને મળવા આવે છે એ ઉચ્ચ અધિકારીઓ જાણી શકે એ માટે કહેવાયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.