તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મંજૂર:ગ્રામીણ સંશોધન માટે યુનિવર્સિટીને 4 કરોડની ગ્રાંટ ફાળવાઈ

સુરત10 મહિનો પહેલા
  • કૉપી લિંક

નર્મદ યુનિવર્સિટીના એમએઆરએસ ડિપાર્ટમેન્ટમાં સસ્ટેનેબર રૂરલ ડેવલોપમેન્ટના પાંચ વર્ષના ઇન્ટીગ્રેટેડ કોર્સ માટે નવું ડિપાર્ટમેન્ટ બનાવવા શિક્ષણ વિભાગે ચાર કરોડની ગ્રાન્ટ યુનિવર્સિટીને અાપી છે. યુનિવર્સિટીમાં મહાત્મા ગાંધી ગ્રામ અભ્યાસ વિભાગમાં ચાલુ વર્ષથી પાંચ વર્ષનો ઇન્ટીગ્રેટેડ કોર્સનો પ્રારંભ થયો છે. જોકે, દેશમાં પહેલી વાર આ પ્રકારનો કોર્સ શરૂ થતા ગ્રામીણ વિસ્તારના સંશોધનને વેગ મળશે. દ‌ક્ષિણ ગુજરાતના ગ્રામીણ વિકાસ માટે અને ગ્રામ્યના વિદ્યાર્થીઓ માટે આ કોર્સ મહત્વનો સાબિત થતો હોવાનું મનાય છે. યુનિવર્સિટીને નવીનીકરણ યોજના હેઠળ 50 લાખની ગ્રાન્ટ મળી છે.

અન્ય સમાચારો પણ છે...