તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરી:ચૌટાબજારની ભીડમાં યુવતીના ગળામાંથી સોનાની ચેઇન ચોરાઈ

સુરત9 દિવસ પહેલા
 • કૉપી લિંક

સલાબતપુરા રાવણતાળ વિસ્તારમાં રહેતી 40 વર્ષીય યુવતી 23મી જાન્યુ.એ ચૌટા બજારમાં ખરીદી કરવા ગઈ ત્યારે ભીડ વધારે હતી. યુવતી ખરીદીમાં પડી હતી તે સમયે અજાણ્યા ચોરોએ યુવતીના ગળામાંથી 30 હજારની કિંમતની સોનાની ચેઇન તફડાવી લીધી હતી. યુવતીને મસાલાની દુકાન પર પહોંચી ત્યારે ગળામાંથી ચેઇન ગાયબ હોવાનો ખ્યાલ આવ્યો હતો. યુવતીએ જે જે દુકાનો પર ખરીદી કરવા ગઈ ત્યાં તપાસ કરી છતાં ચેઇન મળી ન હતી. યુવતીની સોનાની ચેઇન ચોરી થતા તે ગભરાય ગઈ હતી. બાદમાં યુવતીએ અઠવાલાઇન્સ પોલીસમાં ફરિયાદ આપી હતી. જેના આધારે પોલીસે ચોરીનો ગુનો નોંધી સીસીટીવી કેમેરાના આધારે તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો