અકસ્માતે મોત:જમતી ‌વખતે શિક્ષકના ગળામાં બકરાનું હાડકું ફસાઈ જતાં મોત

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહારાષ્ટ્રના ધુલિયાના શિક્ષકના ગળામાં બકારાનું હાડકું ફસાઈ ગયા બાદ સુરત સિવિલમાં રિફર કરાતા તેમનું મોત નિપજ્યું હતું. ધુલિયાની સિવિલ હોસ્પિટલમાં હાડકું બહાર કાઢી લેવાયા બાદ તબિયત લથડી હતી. ત્યારબાદ સુરત સિવિલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.મહારાષ્ટ્રના ધુલિયા ખાતે આવેલી રાજેશ્વર સોસાયટીમાં શ્રીરામ બલહે (47) રહેતા હતા. શ્રીરામ 1994થી જિલ્લા પંચાયતની શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા.

ગત 23મી ઓગસ્ટે ભોજનમાં બકરાનું મટન આરોગ્યા બાદ હાડકું ગળામાં ફસાઈ ગયું હતું. જેથી તાત્કાલિક તેમને નજીકની ધુલિયા સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં હાડકું બહાર કાઢી તેમને ઘરે મોકલી આપ્યા હતા. ફરી તબિયત બગડતા ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં એક્સ-રેમાં છાતીમાં પાણી ભરાયું હોવાનું બહાર આવ્યું હતું. વધુ તપાસમાં અન્નનળીમાં કાણું પડ્યું હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ સુરત સિવિલ હોસ્પિટલ રીફર કરવામાં આવ્યા હતા. 27મીએ સિવિલ આવેલા શ્રીરામનું રાત્રે 11:40 કલાકે મોત થયું હતું.

અન્ય સમાચારો પણ છે...