બાળકીનો શ્વાસ રૂંધાયો:સુરતના લિંબાયતમાં તાવની ગોળી શ્વાસનળીમાં ફસાઈ જતા બાળકીનું મોત

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

લિંબાયતમાં 5 વર્ષની બાળકીને તાવ આવતા ડોક્ટરે આપેલી દવા ગળતી વખતે શ્વાસનળીમાં ફસાઈ જતા બાળકીનું મોત થયું હતું. શ્વાસ રૂંધાયા બાદ બેભાન હાલતમાં સિવિલ ખસેડાતા બાળકીને મૃત જાહેર કરાઈ હતી.

લિંબાયતના મારૂતિ નગરમાં રૂસ્તમપાર્ક ખાતે રહેતા બિલાલ અન્સારી સાડી ફોલ્ડીંગનું કામ કરે છે. તેમની પુત્રી મુસ્કાન(ઉ.વ.5)ને બુધવારે તાવ આવ્યો હતો. જેથી નજીકના ક્લિનિકમાંથી દવા લઈ આવ્યા હતા. મંગળવારે રાત્રે દવા લીધા બાદ મુસ્કાનની તબિયતમાં સુધારો પણ થયો હતો. બુધવારે સવારે મુસ્કાને દવાખાનેથી આપેલી દવાની ટીકડી જાતે જ ગળવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં દવાની ટીકડી તેના ગળામાં શ્વાસનળીમાં ફસાઈ ગઈ હતી અને શ્વાસ રૂંધાવાના કારણે તે અચાનક બેભાન થઈ ગઈ હતી. જેથી તેને તાત્કાલિક સારવાર માટે નજીકના દવાખાના બાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી.

બનાવની જાણ થતા લિંબાયત પોલીસ સિવિલ હોસ્પિટલ દોડી આવી હતી અને મોતનું સાચુ કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરી હતી. જોકે પરિવારે પોસ્ટમોર્ટમ કરાવવાનો ઈનકાર કરતા આખરે પોલીસે નોંધ કરી પોસ્ટમોર્ટમ વિના જ મૃતદેહ પરિવારને સોંપી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...