ક્રાઇમ:ગ્રાહકના સ્વાંગમાં ટોળકી રૂ. 1.80 લાખના દાગીના તફડાવીને ફરાર

સુરત22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલાએ દાગીના સાડીમાં છુપાવ્યાનું સીસીટીવીમાં કેદ

લિંબાયતમાં બે જવેલર્સની દુકાનોમાં 3 મહિલાઓએ ગ્રાહકના સ્વાંગમાં આવી માલિકની નજર ચુકવી દાગીના તફડાવી લીધા હતા. જેમાં લિંબાયત ખાતે શ્રાવની જવેલર્સમાં મહિલા ટોળકીએ ત્રીજી તારીખે ખરીદીના બહાને આવી ચાંદીના ઘરેણાં રૂ. 1.80 લાખના તફડાવી લીધા હતા. અચાનક ત્રણેય મહિલાઓ દુકાનમાંથી બહાર નીકળી જતા માલિકને શંકા ગઈ હતી.

માલિકે સીસીટીવી ચેક કરતાં મહિલા દાગીના સાડીમાં છુપાવી રહી હોવાનું સામે આવ્યું હતું. જવેલર્સના માલિક ઉપેન્દ્ર આમાનચીઉએ ફરિયાદ આપતા લિંબાયત પોલીસે ફુટેજના આધારે ત્રણેય મહિલાઓને શોધવા માટે તજવીજ શરૂ કરી છે. લિંબાયત વિસ્તારમાં અન્ય એક જવેલર્સની દુકાનમાં પણ આજ મહિલા ટોળકી ગ્રાહકના સ્વાંગમાં આવી બે દિવસ પહેલા દાગીના તફડાવી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...