તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શહેરમાં 35 અને જિલ્લામાં 2 કેસ સાથે શહેર જિલ્લામાં સોમવારે કોરોનાના વધુ 37 કેસ પોઝિટિવ નોંધાયા છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 53 હજારને પાર કરી 53025 થઈ ગઈ છે. તેની સામે સોમવારે શહેરમાંથી 20 અને જિલ્લામાંથી 4 મળી 24 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે.
આ સાથે શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં 51582 કોરોના દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. આ સાથે સોમવારે ફરીથી પોઝિટિવ કેસની સામે સાજા થનારા દર્દીઓની સંખ્યા ઓછી થતા એક્ટિવ કેસમાં વધારો થયો છે અને ફરીથી એક્ટિવ કેસ 300ની ઉપર પહોંચી 306 નોંધાયો છે.
એએસઆઈ, વિદ્યાર્થી, કાપડના વેપારી સંક્રમિત
સોમવારે શહેરમાં એએસઆઈ, વિદ્યાર્થી, કાપડના વેપારી સહિત 35 વ્યક્તિઓ સંક્રમિત થયા છે. જેમાં સાઉથ વેસ્ટ ઝોનમાં ગોડાદરા પોલીસના એએસઆઈ, કાપડના વેપારી, વેસ્ટ ઝોનમાં બ્રોકર, ઈસ્ટ ઝોનમાં વિદ્યાર્થી અને સેન્ટ્રલ ઝોનમાં મંદિરનાં પુજારી પોઝિટિવ થયા છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.