તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વાઈરસ:વધુ 36 પોઝિટિવ, 1 મોત 37 સાજા થતાં રજા મળી

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કુલ સાજા થનારની સંખ્યા 1000ને પાર

શહેરમાં 35 અને જિલ્લામાં 1 સાથે શહેર જિલ્લામાં મંગળવારે કોરોનાના વધુ 36 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1442 થઈ ગઈ છે. સિવિલ હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડાયેલા વધુ એક કોરોના પોઝિટિવ દર્દીનું મંગળવારે ટુકી સારવાર બાદ મોત નિપજ્યું હતું. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાનો મૃતાંક 64 થઈ ગયો છે.

મંગળવારે શહેરમાંથી 31 અને જિલ્લામાંથી 6 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપી દેવામાં આવી છે. આ સાથે શહેર જિલ્લામાંથી અત્યાર સુધીમાં 1009 દર્દીઓ કોરોનાને માત આપી ચુક્યા છે. મંગળવારે નોંધાયેલા પોઝિટિવ કેસોમાં પાલિકાના રેકર્ડ વિભાગના કર્મચારી, હેલ્થ સેન્ટરના વોચમેન, પ્રોપર્ટી બ્રોકર અને આઈટીઆઈના નિવૃત્ત શિક્ષક તેમજ શાકભાજી વિક્રેતા, ટેલર, કપડાનો દુકાનદાર તેમજ ચા-નાસ્તાની દુકાનવાળાઓનો સમાવેશ થયો છે.

ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડાયેલી કોરોના પોઝિટિવ દર્દીનું મોત

ઉધના પેટલ નગર ખાતે રહેતા મુન્શીઅલી શોકતઅલી(56)ને કોરોનાના લક્ષણો સાથે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં સોમવારે બપોરે દાખલ કરાયા હતા. જોકે કિડનીની તકલીફ અને ડાયાબિટીક ક્રિટોએસિડોસિસના કારણે તેમનું ટંુકી સારવાર બાદ મંગળવારે મળસ્કે મોત નિપજ્યું હતું. તેમના મોત બાદ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 

નાસ્તાની દુકાનવાળાને કોરોનોના ચેપ લાગ્યો

નાસ્તાની દુકાન ચલાવનાર લિંબાયત મઝદા પાર્ક‌ ખાતે રહેતા અસલમ કાલેહ અન્સારી(38), ટેલરિંગનું કામ કરતો લિંબાયત મહાપ્રભુ નગર ખાતે રહેતા ‌ફિરોઝ ફરમાન શેખ ટેલ‌રિંગ, કપડાની દુકાન ધરાવનાર લિંબાયત નિલગિરી સર્કલ,શિવાજી નગર ખાતે રહેતા મો.જાવેદ મન્સુરી (37),  મજુરાગેટ આઇટીઆઇના ‌નિવૃત્ત ‌શિક્ષક પોઝિટિવ આવ્યા છે.

ફરી પાલિકા કર્મી કોરોનાની ઝપેટમાં

એસએમસીના રેકોર્ડ ‌વિભાગમાં રામપુરા-રામબાગ ખાતે રહેતા નિરવ ‌વિજયભાઈ કંથારીયા,  ડીકેએમ હો‌‌સ્પિટલ-અર્બન હેલ્થ સેન્ટરના વોચમેન  રીતેશચંદ્ર કાંતીલાલ (45) તેમજ અમરોલી ‌શિક્ષાપત્રી હાઇટ્સમાં રહેતા અને પ્રોપર્ટી બ્રોકરનું કામ કરતા જાગૃત પટેલ (36) કોરોનાથી સંક્ર‌મિત થયા હતા.

શાક વિક્રેતા, ચાની લારીવાળા સંક્રમિત

સરદાર માર્કેટમાં શાકભાજીનો વેપાર   કરનાર ગુલાબચંદ છોટેલાલ (45)તેમને કોરોનાનાં લક્ષણો જણાતા સેમ્પલ લઈ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ મંગળવારે પોઝિટિવ આવ્યો છે.  ગોલવાડમાં ચાની લારી ચલાવતા રાજુ ઇશ્વર ચૌહાણ (43)નો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...