તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:શહેર-જિલ્લામાં વધુ 31 પોઝિટિવ, 67 સાજા થયા

સુરત23 દિવસ પહેલા
 • કૉપી લિંક

શહેરમાં 27 અને જિલ્લામાં 4 કેસ સાથે શનિવારે કોરોનાના વધુ 31 કેસ પોઝિટિવ નોંધાયા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 52689 થઈ છે. રાહતની વાત એ છે કે શનિવારે પણ શહેર જિલ્લામાં કોરોનામાં એક પણ વ્યક્તિનુ મોત નિપજ્યું હતું.

છેલ્લા દસ દિવસથી કોરોનામાં એક પણ મોત ન નોંધાતા શહેર અને જિલ્લાના આરોગ્ય વિભાગને મોટી રાહત થઈ છે. શનિવારે શહેરમાંથી 61 અને જિલ્લામાંથી 6 મળી શહેર જિલ્લામાંથી 67 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 51292 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 260 થઈ ગઈ છે.

વિદ્યાર્થી, વેપારી, ટીચર સહિત ચેપગ્રસ્ત
શહેરમાં શનિવારે વેપારી, વિદ્યાર્થી તેમજ ટીચર સહિતની વ્યક્તિઓ ચેપગ્રસ્ત થયા છે. જેમાં સાઉથ વેસ્ટ ઝોનમાં વિદ્યાર્થી, 2 વેપારી, ઈસ્ટ ઝોનમાં વેપારી, ટીચર, સેન્ટ્રલ ઝોનમાં વેપારી, નોર્થ ઝોનમાં લાકડાના વેપારી, વેસ્ટ ઝોનમાં લાકડાના વેપારી તેમજ શોપકિપરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો