કોરોના વકર્યો:વધુ 264 પોઝિટિવ, 11 મોત, કુલ કેસના 20 ટકા છેલ્લા પાંચ દિવસમાં જ નોંધાયા

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કતારગામમાં મહિનામાં જ 5 ગણા કેસો વધી ગયા
  • પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા નૈષધ દેસાઇ સહિત સિવિલના 2 તબીબને ચેપ લાગ્યો, કુલ 102 તબીબો સંક્રમીત થયા

છેલ્લા 5 દિવસમાં જ 1236 કેસ નોંધાતા કુલ કેસ એટલે કે શહેરન-જીલ્લાના 6496 કેસમાંથી 20 ટકા (1236) કેસ તો માત્ર પાંચ જ દિવસમાં નોંધાયા છે. જ્યારે કતારગામમાં છેલ્લા એક મહિનામાં પોઝિટિવ કેસોની સંખ્યામાં અધધ પાંચ ગણા કેસો થયા છે.

3 જૂને કતારગામ ઝોનમાં 281 કેસ હતાં જ્યારે આજે 1449 કેસો છે. રવિવારે નવી સિવિલ હોસ્પિટલના વધુ બે તબીબો સહિત 9 તબીબ સંક્રમીત થયા છે. અત્યાર સુધીમાં શહેરમાં કુલ 102 તબીબ સંક્રમીત થઈ ચુક્યા છે. શહેરમાં 218 અને જિલ્લામાં 46 સાથે શહેર જિલ્લામાં રવિવારે કોરોનાના વધુ 264 કેસ પોઝિટિવ નોંધાયા છે. આ સાથે શહેર જિલ્લામાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 6496 થઈ ગઈ છે. રવિવારે વધુ 11 દર્દીઓના મોત થયા છે. રવિવારે શહેર જિલ્લામાં 142 કોરોના પોઝિટિવ દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 3919 દર્દીઓ સાજા થયા છે.

સિવિલના 29, સ્મીમેરના 7 તેમજ ખાનગી હોસ્પિટલના 66 તબીબો ચેપગ્રસ્ત

નવી સિવિલ કેમ્પસમાં રહેતા અને સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા વધુ બે તબીબો સંક્રમીત થયા છે. આ સાથે વરાછા વિસ્તારમાં રહેતા અને મોહિની ખાતે ફરજ બજાવતા એક તબીબ, વરાછામાં રહેતા અને સ્પાર્કલ હોસ્પિટલના તબીબ, વરાછા વિસ્તારમાં રહેતા અને પ્રાઈવેટ ક્લિનિક ચલાવતા એક તબીબ, રાંદેર વિસ્તારમાં રહેતા મીશન હોસ્પિટલના તબીબ, રાંદેર વિસ્તારમાં રહેતા અને મોહિણી પીએચસીમાં ફરજ બજાવતા તબીબ, રાંદેર વિસ્તારમાં રહેતા અને પ્રાઈવેટ ક્લિનિક ચલાવતા તબીબ, તેમજ સાઉથ વેસ્ટ ઝોન વિસ્તારમાં રહેતા અને એપલ હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબ સંક્રમીત થયા છે. હાલ શહેરમાં 102 તબીબ સંક્રમીત થયા છે. જેમાં સિવિલ હોસ્પિટલના 29, સ્મીમેરના 7 અને પ્રાઈવેટના 66 તબીબો ચેપગ્રસ્ત થયા છે.

ભરત કેન્સરના મેનેજર, મીશનની નર્સ સંક્રમીત

વરાછામાં રહેતા અને ભરત કેન્સર હોસ્પિટલના મેનેજર સંક્રમીત થયા છે. તેવી જ રીતે સાઉથ વેસ્ટ ઝોનમાં રહેતા અને મીશન હોસ્પિટલમાં ફરજ બજાવતા નર્સને ચેપ લાગ્યો છે.

કોંગ્રેસ પ્રવક્તા ઘરે જ રહીને સારવાર કરાવશે

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા નૈષધ દેસાઈ પણ સંક્રમીત થતાં હોમ આઈસોલેશન હેઠળ તેમની સારવાર શરૂ કરાઇ છે.કોરોનાના લક્ષણો જણાતા ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

વધુ 11 મોત થતાં કુલ મૃતાંક 249 પર પહોંચ્યો

વરાછા વિસ્તારમાં રહેતા 85 વર્ષીય વૃદ્ધા, છાપરાભાઠા વિસ્તારમાં રહેતા 62 વર્ષીય વૃદ્ધ, અડાજણ વિસ્તારમાં રહેતા 52 વર્ષીય આધેડ, સિંગણપોર વિસ્તારમાં રહેતા 67 વર્ષીય વૃદ્ધ, પાંડેસરા વિસ્તારમાં રહેતા 72 વર્ષીય વૃદ્ધ, પાલ વિસ્તારમાં રહેતા 73 વર્ષીય વૃદ્ધ, કતારગામ વિસ્તારમા રહેતા 65 વર્ષીય વૃદ્ધા, વરાછા વિસ્તારમાં રહેતા 75 વર્ષીય વૃદ્ધ અને કતારગામ વિસ્તારમાં રહેતા 72 વર્ષીય વૃદ્ધ તેમજ જિલ્લામાં કામરેજ વિસ્તારમાં રહેતા 37 વર્ષીય યુવક અને ઓલપાડના દિહેણના 56 વર્ષીય આધેડનું કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. આ સાથે શહેર જિલ્લામાં કુલ મૃતાંક 249 થઈ ગયો છે.

અન્ય સમાચારો પણ છે...