કોરોના વેક્સિનેશન:શહેરમાં વધુ 24474 લોકોએ રસી મુકાવી, અઠવા મોખરે

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 18થી વધુ ઉંમરના 17751 લોકોએ રસી લીધી
  • હેન્ડિકેપ્ડ માટે 14મીએ ગાંધી સ્મૃતિમાં કેમ્પ

શનિવારે શહેરના આઠ ઝોનમાં કુલ 24474 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. જેમાં સૌથી વધુ અઠવા ઝોનમાં 3428 લોકોએ રસીના ડોઝ મુકાવ્યા હતાં. સિનિયર સિટીઝન તેમજ 18 થી 44 વયજૂથમાં કતારગામ ઝોનમાં 3090, ઉધના ઝોનમાં 3046, સેન્ટ્રલ ઝોનમાં 3016, વરાછા-એ ઝોનમાં 3523, વરાછા-બી ઝોનમાં 2805, લિંબાયત ઝોનમાં 3046, રાંદેર ઝોનમાં 2731 લોકોએ રસી મુકાવી હતી. 18થી વધુ વયના 17751 લોકોએ રસીનો પ્રથમ ડોઝ મુકાવ્યો હતો. જ્યારે 3538 લોકોએ રસીનો બીજો ડોઝ લીધો હતો.

સિનિયર સિટીઝન કેટેગરીમાં 2023 લોકોએ રસીનો પ્રથમ ડોઝ મુકાવ્યો હતો. જ્યારે 946 લોકોએ બીજો ડોઝ મુકાવ્યો હતો. ફ્રન્ટ લાઇનર અને હેલ્થ કર્મચારીઓમાં 18 લોકોએ પ્રથમ ડોઝ મુકાવ્યો હતો જ્યારે 198 લોકોએ બીજો ડોઝ મુકાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે છેલ્લા અઠવાડિયામાં સુરતમાં અંદાજે 20 હજારથી વધુ લોકો રસી મુકાવી રહ્યા છે.

હેન્ડિકેપ્ડ લોકો સરળતાથી વેક્સિન મુકાવી શકે તે માટે અર્પણ હેલ્થ કેર ટ્રસ્ટે ફ્રી વેક્સિનેશન કેમ્પનું આયોજન 14મી તારીખે ગાંધીસ્મૃતિ ભવન, નાનપુરા ખાતે કર્યું છે. આ કેમ્પમાં રજિસ્ટ્રેશન કરવા માટે 9879011193 નંબર પર આધાર કાર્ડ અને મોબાઇલ નંબર મોકલવાનો રહેશે.

અન્ય સમાચારો પણ છે...