કોરોના રસીકરણ:વધુ 20665નું રસીકરણ થયું 18+ને 18094 ડોઝ મુકાયા

સુરત6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સાડા ચાર માસમાં કુલ 12 લાખથી વધુ ડોઝ મુકાયા, અઠવા ઝોનમાં સૌથી વધુ 3012નું રસીકરણ થયું

શહેરમાં રસીકરણને લઇ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રવિવારે વધુ 20665 લોકોનું રસીકરણ થયું હતું. 18થી 44 વયજૂથમાં 18094 લોકોને ડોઝ મુકાયા હતા. અઠવા ઝોનમાં સૌથી વધુ 3012, ઉધનામાં 2537, લિંબાયતમાં 2402, કતારગામમાં 2702, રાંદેરમાં 2462, વરાછા-એમાં 2937, વરાછા-બીમાં 2324 અને સેન્ટ્ર્લ ઝોનમાં 2289 લોકોએ રસી મુકાવી હતી.

રસીકરણ અભિયાનના સાડા ચાર મહિનામાં સુરત શહેરમાં 12 લાખથી વધુ રસીના ડોઝ મુકાઇ ગયા છે. દેશભરમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. શરૂઆતમાં હેલ્થકેર વર્કર ત્યારબાદ ફ્રન્ટલાઇનર વર્કર, 45થી વધુ વયના કોમોર્બિડ નાગરિકો, 45થી 60 વર્ષના નાગરિકો અને હવે 18થી 44 વર્ષના નાગરિકો માટે તબક્કાવાર વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું છે. શહેરમાં હાલમાં 150 રસીકરણ સેન્ટરો પર રસીકરણ અભિયાન કાર્યરત છે. જેમાં 100 સેન્ટર 18થી 44 વયજૂથ માટે ફાળવાયા છે. અત્યાર સુધીમાં 12 લાખથી વધુ રસીના ડોઝ મુકાઇ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...