કોરોના અપડેટ:વધુ 19 વિદ્યાર્થીને કોરોના, 9 જ દિવસમાં 126 વિદ્યાર્થીને ચેપ લાગ્યો, 4 શિક્ષકો પણ પોઝિટિવ

સુરત17 દિવસ પહેલા
  • કૉપી લિંક
9 દિવસમાં કુલ પોઝિટિવ કેસ 10 ગણા થઈ ગયા - Divya Bhaskar
9 દિવસમાં કુલ પોઝિટિવ કેસ 10 ગણા થઈ ગયા
  • નવા 209 કેસ, 91 અઠવામાં, 30 રાંદેરમાં અને 26 કતારગામમાં
  • SD જૈન, LP સવાણી​​​​​​​, GD ગોએન્કા સહિતની સ્કૂલના વિદ્યાર્થી પોઝિટિવ

રવિવારે શહેરમાં કોરોનાના 209 કેસ નોંધાયા છે. 12ને રજા આપવામાં આવી છે. જો કે, ઓમિક્રોનના એક પણ કેસ નથી. પોઝીટીવ આવેલા દર્દીઓ પૈકી 19 વિદ્યાર્થીઓ અને 4 શિક્ષકો છે. છેલ્લા 9 દિવસમાં વિદ્યાર્થીઓના કેસની સંખ્યા વધીને 126 થઈ ગઈ છે. આ ઉપરાંત 4 અલથાણના બેલા કાસા એપાર્ટમેન્ટમાં એક જ ફ્લેટના રહેવાસી છે. જેને કલ્સટર જાહેર કરી અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત 2 જણાની દુબઇ અને કેનેડાની ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવી છે. શહેરમાં 209 કેસમાંથી 91 કેસ અઠવા, 30 કેસ રાંદેર અને 26 કેસ કતારગામમાં છે. કુલ એક્ટીવ કેસની સંખ્યા 743 થઇ છે. જે પૈકી હોસ્પિટલમાં 23 દર્દી દાખલ છે.

આ સ્કૂલોમાં કેસ નોંધાયા
મહાવીર સ્કૂલ, SD જૈન, લૂડ્સ કોન્વેન્ટ, JH અંબાણી, LP સવાણી વેસુ અને પાલ, LPD સ્કૂલ પુણા, ગુરુુકુળ વિદ્યાલય, GD ગોએન્કા, રિવરડેલ, ગજેરા, લિટર ફ્લાવર સ્કૂલ તથા ગુરુકૃપા વિદ્યાલય.

1 સપ્તાહમાં માઇક્રો કન્ટેઇનમેન્ટની સંખ્યા 143 પરથી 264 થઈ ગઈ
શહેરમાં કોરોનાના વધતા કેસ વચ્ચે માઇક્રો કન્ટેઇનમેન્ટની કડક અમલવારી કરવા પાલિકાએ કવાયત હાથ ધરી છે. 1 અઠવાડિયા અગાઉ 143 માઇક્રો કન્ટેઇનમેન્ટ હતા. જે હાલમાં વધીને 264 ઉપર થઈ ગયા છે. આગામી દિવસમાં વધતા કેસ સાથે માઇક્રો કન્ટેઇનમેન્ટની સંખ્યામાં વધારો કરાશે.

ધન્વંતરી રથ 135થી 200 અને સંજીવની રથ 15થી 40 કરાયા
શહેરમાં વધી રહેલા કોરોના અને ઓમિક્રોનના કેસ વચ્ચે પાલિકાએ ધન્વંતરી રથ સાથે સંજીવની રથની સંખ્યાાં રવિવારથી વધારો કર્યો છે. પહેલા ધન્વંતરી રથ ૧૦૦ ચાલતા હતા, જે ૧૩૫ કરાયા હતા અને હવે વધારી ૨૦૦ કરવામાં આવ્યા છે. જ્યારે સંજીવની રથની સંખ્યા ૧૫થી વધારી ૪૦ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...