તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબુ:શહેર જિલ્લામાં કોરોનાના વધુ 169 કેસ પોઝિટિવ, એકનું મોત

સુરત5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કુલ મૃતાંક 1027, અત્યાર સુધી પોઝિટિવ કેસની સંખ્યા 39826

શહેરમાં 148 અને જિલ્લામાં 21 કેસ સાથે રવિવારે શહેર જિલ્લામાં કોરોનાના વધુ 169 કેસ પોઝિટિવ નોંધાયા છે. આ સાથે શહેર જિલ્લામાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 40 હજાર નજીક પહોંચવાની સાથે 39826 થઈ ગઈ છે. રવિવારે શહેરમાં વધુ એક કોરોના પોઝિટિવ દર્દીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 1027 થઈ ગયો છે. રવિવારે શહેરમાંથી 146 અને જિલ્લામાંથી 49 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. આ સાથે અત્યાર સુધીમાં શહેર જિલ્લામાંથી કુલ 37490 દર્દીઓ કોરોનાને માત આપી સાચા થઈ ચુક્યા છે.

14 કાપડના વેપારી, ડેન્ટિસ્ટ પણ સંક્રમીત
શહેરમાં રવિવારે 14 કાપડના વેપારી, ડેન્ટિસ્ટ, હીરાના વેપારી સહિત અનેક કોરોના સંક્રમીત થયા છે. જેમાં સાઉથ વેસ્ટ ઝોનમાં 2 વિદ્યાર્થી, 11 કાપડના વેપારી, વેસ્ટ ઝોનમાં ડેન્ટિસ્ટ, 2 કાપડના વેપારી, એકાઉન્ટન્ટ, વરાછા ઝોનમાં 2 ટેક્ષટાઈલ વર્કર, કાપડના વેપારી, ખેડૂત તેમજ કતારગામ ઝોનમાં રત્નકલાકાર અને હીરાના વેપારીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

શહેરમાં વધુ એક કોરોના દર્દીનું મોત
શહેરમાં વધુ એક કોરોના પોઝિટિવ દર્દીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. કતારગામ વિસ્તારમાં રહેતા 76 વર્ષીય વૃદ્ધાને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ગઈ તા.1 નવેમ્બરના રોજ સિવિલમાં દાખલ કરાયા હતા. જ્યાં સારવાર દરમિયાન રવિવારે તેમનું મોત નિપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો