તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંક્રમણ:કોરોનાના વધુ 158 કેસ પોઝિટિવ, વધુ 2 દર્દીનાં મોત, 165 સાજા થયા

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • શહેરમાં 126-જિલ્લામાં 32 કેસ : કુલ કોરોના કેસ 48829
 • સાજા થનારા દર્દીની સંખ્યા 46582: કોરોના મૃતાંક 1122

શહેરમાં 126 અને જિલ્લામાં 32 કેસ સાથે સુરતમાં રવિવારે કોરોનાના વધુ 158 કેસ પોઝિટિવ નોંધાયા છે. આ સાથે સુરતમાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 48829 થઈ ગઈ છે. રવિવારે શહેરમાં વધુ 2 કોરોના પોઝિટિવ દર્દીના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. આ સાથે સુરતમાં કોરોનાનો કુલ મૃતાંક 1122 થઈ ગયો છે. રવિવારે શહેરમાંથી 133 અને જિલ્લામાંથી 32 મળી 165 કોરોના દર્દી સાજા થયા છે. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 46582 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે.

કોરોનાના મૃતકોની ઉંમર 65 અને 69 વર્ષ
શહેરમાં રવિવારે વધુ 2 કોરોના પોઝિટિવ દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. જેમાં પાલનપુર ખાતે રહેતા 65 વર્ષીય વૃદ્ધને 8 ડિસેમ્બરે મીશન હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન રવિવારે મોત નિપજ્યું છે. તેવી જ રીતે એ. કે. રોડ વિસ્તારમાં રહેતા 69 વર્ષીય વૃદ્ધને 12 ડિસેમ્બરના રોજ કિરણ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમનું પણ રવિવારે સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

ફેશન ડિઝાઈનર, પોસ્ટમેન, જ્વેલર્સને ચેપ
રવિવારે શહેરમાં ફેશન ડિઝાઈનર, પોસ્ટમેન, જ્વેલર્સ સહિત અનેક સંક્રમિત થયા છે. જેમાં સાઉથ વેસ્ટ ઝોનમાં 2 વિદ્યાર્થી, સીએ, ફેશન ડિઝાઈનર, એમ્બ્રોઈડરી કારખાનેદાર વેસ્ટ ઝોનમાં વિદ્યાર્થી, જ્વેલર્સ, એલઆઈસી એજન્ટ, બેંક મેનેજર, સેન્ટ્રલ ઝોનમાં ઉમરાખ કોલેજના લેક્ચરર, કરીયાણા દુકાનદાર, સાઉથ ઈસ્ટ ઝોનમાં કાપડના વેપારી, વિદ્યાર્થી, નોર્થ ઝોનમાં પોસ્ટમેન તેમજ જ્વેલર્સનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો