તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શહેરમાં 121 અને જિલ્લામાં 28 કેસ સાથે સુરતમાં સોમવારે કોરોનાના વધુ 149 કેસ પોઝિટિવ નોંધાયા છે. આ સાથે સુરતમાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 48978 થઈ ગઈ છે. સોમવારે શહેરમાં વધુ એક કોરોના પોઝિટિવ દર્દીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. આ સાથે સુરતમાં કોરોના મૃતાંક 1123 થયો છે. સોમવારે શહેરમાંથી 115 અને જિલ્લામાંથી 29 મળી 144 કોરોના દર્દીઓ સાજા થયા છે. સાથે અત્યાર સુધીમાં સુરતમાં 46726 દર્દીઓ કોરોનાને માત આપી ચુક્યા છે.
ગોડાદરાનાં 55 વર્ષીય આધેડનું કોરોનાથી મોત
સોમવારે શહેરમાંથી વધુ એક કોરોના દર્દીનુ સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. ગોડાદરા વિસ્તારમાં રહેતા 55 વર્ષીય આધેડનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને સારવાર માટે 26 ડિસેમ્બરે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને બે જ દિવસની ટુંકી સારવાર બાદ તેમનું સોમવારે મોત નિપજ્યું હતું.
કાપડના વેપારી, કાપડ દલાલ 2 વિદ્યાર્થી, સીએ સહિત અનેક કોરોનાથી સંક્રમિત
શહેરમાં સોમવારે કાપડના વેપારી, વિદ્યાર્થી અને સીએ સહિત અનેક કોરોના સંક્રમિત થયા છે. જેમાં સાઉથ વેસ્ટ ઝોનમાં કાપડના વેપારી, ચીકનના વેપારી, કાપડના વેપારી, કાપડ દલાલ, વિદ્યાર્થી વેસ્ટ ઝોનમાં 2 વિદ્યાર્થીઓ તેમજ સીએનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.