તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉમેદવારોની યાદી:પાલિકાની ચૂંટણીમાં વધુ 135 ફોર્મ ભરાયા, સૌથી ઓછા કોંગ્રેસમાંથી બે ફોર્મ

સુરત20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • AAPમાં 61, ભાજપમાં 34, અપક્ષમાં 17, કોંગ્રેસમાં 2ની ઉમેદવારી, વોર્ડ નં.29માં એકેય ફોર્મ નહીં ભરાયું

પાલિકાની ચૂંટણીમાં શુક્રવારે 135 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. જેમાં સૌથી વધુ આમ આદમી પાર્ટીની 61 જ્યારે સૌથી ઓછી કોંગ્રેસમાંથી માત્ર બે જ ઉમેદવારી નોંધાઇ હતી.તા.21મીએ કોર્પોરેશનની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવા બે દિવસ બાકી રહ્યા છે. ત્યારે ધીરે ધીરે રાજકારણ ગરમાયું છે. ભાજપના ઉમેદવારો બપોરે 12.39 વાગ્યાના વિજય મુહૂર્તમાં પોતાની ઉમેદવારી નોંધાવે તેવી શક્યતા વચ્ચે શુક્રવારે 30 વોર્ડ માટેની 120 બેઠક પર બપોરે 3 વાગ્યા સુધીમાં ભાજપના 34 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. કોંગ્રેસમાંથી માત્ર 2 જ ફોર્મ ભરાયા છે.

તો સુરત શહેરમાં પણ સક્રિય થયેલી આમ આદમી પાર્ટીમાંથી 61 ઉમેદવારી નોંધાઇ છે. અપક્ષમાં 17 અને અન્ય 21 ઉમેદવારો મળીને કુલ 135 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. જો આવતીકાલે એટલે શનિવારે ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ છે. ત્યારે આવતીકાલે ભાજપ, કોંગ્રેસ સહિત ઉમેદવારો ઉમેદવારી નોંધાવવા આવવાના હોવાથી સેન્ટરો પર રાજકીય ગરમાટો જોવા મળશે.

શૌચાલય સહિતના સર્ટી માટે દોડાદોડ કરી
નગરસેવકની ચૂંટણી માટે ઉમેદવારીપત્રમાં પુરાવાઓ માંગ્યા છે. જેમાં ઘરમાં શૌચાલય હોવાનું પાલિકામાંથી સર્ટિફિકેટ લેવાનું, વેરા કે મહાનગરનો બોજ ન હોવાનું નો-ડ્યુ સર્ટિ., પોલીસ ક્લિયરન્સ પણ આપવાનું હોવાથી નવા ઉમેદવારોએ દોડાદોડી કરી મૂકી હતી.

ઉમેદવારો વિજય મુહર્ત પર ફોર્મ ભરી ન શક્યા
ભાજપના મોવડી દ્વારા ટિકિટ અપાતા ઉમેદવારો કમલમ પર દોડી આવ્યા હતા. મોડી રાત સુધી લીગલ સેલ દ્વારા ઉમેદવારોને ફોર્મ ભરવામાં મદદ કરવા ઉપરાંત સમજાવવામાં આવ્યા હતા. જોકે,ઉમેદવારો પાસે પુરતા પુરાવા ન હોવાના કારણે ફોર્મ ભરી શક્યા ન હતા.

કેટલાક ઉમેદવાર મેન્ડેડ વગર જ દોડી આવ્યા
AAPમાંથી સૌથી વધુ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જોકે, આ ચૂંટણી તેમની પ્રથમ હોય તથા યોગ્ય માર્ગદર્શન ન હોવાથી ઉમેદવારો ફોનથી વાતના આધારે મેન્ડેડ વગર જ ફોર્મ ભરવા માટે દોડી આવ્યા હતા.

કોંગ્રેસે ફોન કર્યા, તમારી ટિકિટ નક્કી, ફોર્મ ભરવા તૈયારી કરી દો
શનિવારે મનપા ચૂંટણીમાં ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે ત્યારે કોંગ્રેસે શુક્રવારે પણ ઉમેદવારોની યાદી જાહેર કરી ન હતી. ભાજપની વ્યુહરચના સામે કોંગ્રેસી ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરાઈ રહી છે કે ‘તમે ઉમેદવાર છો ફોર્મ ભરવાની તૈયારી કરવા માંડો’કેટલાક દાવેદારોએ કબુલ્યું હતું કે અમને જાણ કરી છે જોકે, પાર્ટીનું મેન્ડેડ નથી. મેન્ડેડ શનિવારે અપાશે.

કોંગ્રેસનો તુક્કો, પાટીદાર નેતાને ટિકિટની ચર્ચા
કેટલાક ભાજપા કાર્યકરોએ ઉમેદવારો સામે કરેલાં વિરોધને પગલે વોર્ડ નં-3માં રાજકીય ગરમાટો યથાવત છે ત્યારે કોંગ્રેસે વોર્ડ નં-3માં વર્ષ 2015ની જેમ ફરી એક વખત પાટીદાર નેતાને ટિકિટ આપી હોવાની ચર્ચાએ જોર
પકડ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો