કોરોના કાળ:કોરોના કેસ ઘટતાં વધુ 117 સિટી બસ ચાલુ કરાઈ, કુલ સંખ્યા 264

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • તબક્કાવાર બસની સંખ્યા વધારીને 741 સુધી લઇ જવાશે

સુરત શહેરમાં કોરોના વાયરસના નવા કેસ સાથે એક્ટીવ કેસની સંખ્યામાં થઇ રહેલ ઘટાડો અને રિકવરી રેટમાં થયેલા વધારાને લઇ સ્થિતિ કાબૂમાં આવતાં સુરત પાલિકા દ્વારા સરકારની ગાઇડલાઇન મુજબ તબક્કાવાર જાહેર પરિવહન સેવાનો વ્યાપ વધારવાનો નિર્ણય લીધો છે.

જે અંતર્ગત બુધવારથી પાલિકા દ્વારા વધુ 117 બસ શરૂ કરવામાં આવી છે. આમ હવે સુરતના રસ્તા પર 15 રૂટ પર સિટી-બીઆરટીએસ મળી કુલ 264 બસ દોડતી થઇ ગઇ છે. હાલમાં ઉધના દરવાજાથી સચિન જીઆઇડીસી, ઓએનજીસી કોલોનીથી સરથાણા નેચરપાર્ક, પાલ આરટીઓથી કોસાડ, સોમેશ્વર જંક્શનથી અમેઝિયા એમ્યુઝમેન્ટ પાર્ક, ગજેરા સર્કલથી ડિંડોલી વારી ગૃહ, પાલ આરટીઓથી કામરેજ ટર્મિનલ, રેલવે સ્ટેશનથી ઉત્રાણ આર.ઓ.બી, રેલવે સ્ટેશનથી કડોદરા, કોસાડથી ખરવરનગર, જહાંગીરપુરા કોમ્યુનિટી હોલથી પાંડેસરા જીઆઇડીસી, કોસાડથી સરથાણા નેચરપાર્ક, કામરેજ ટર્મિનલથી સચિન રેલવે સ્ટેશન આ 12 બીઆરટીએસ રૂટ પર સિટી અને બીઆરટીએસ મળી 235 બસ દોડાવવામાં આવી રહી છે. જ્યારે રેલવે સ્ટેશનથી ખજોદગામ, રેલવે સ્ટેશનથી એરપોર્ટ અને રેલવે સ્ટેશનથી વરિયાવગામ સુધી કુલ 29 સિટી બસ ચલાવાઇ રહી છે.

આગામી દિવસોમાં સિટી બસ સેવાના બાકી રહેલા રૂટો પર તબક્કાવાર બસો શરૂ કરાશે. ઉલ્લેખનીય છે કે, પાલિકા દ્વારા કુલ 45 સિટી બસ રૂટ પર કુલ 575 સિટી બસ અને કુલ 12 બીઆરટીએસ રૂટ પર 166 બસ ચલાવવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...