તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:શહેર-જિલ્લામાં વધુ 100 કેસ, 1 દર્દીનું મોત, 158 સાજા થયાં

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • એક્ટિવ કેસ 2071, માત્ર 141 દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ
  • શહેરના પાંચ ઝોનમાં નવા કોરોના કેસની સંખ્યા 10થી નીચે

શહેરમાં 71 અને જિલ્લામાં 25 કેસ સાથે શહેર-જિલ્લામાં રવિવારે કોરોનાના વધુ 96 કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે કોરોનાથી એક દર્દીનું મોત થયું છે. શહેરમાંથી 103 અને જિલ્લામાંથી 42 દર્દીઓ મળી 145 દર્દીઓ સાજા થયા છે. શહેરમાં આઠ ઝોનમાંથી રાંદેર, કતારગામ અને અઠવા ઝોન સિવાયના તમામ ઝોનમાં નવા કેસની સંખ્યા 10થી નીચે કેસ આવ્યા છે. હાલ એક્ટિવ કેસ 2071 છે અને 141 દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યા છે.

રવિવારે સિવિલ-સ્મીમેરમાં મ્યુકર માઇકોસિસનો નવો એક પણ કેસ નોંધાયો નહીં, મોત પણ નહીં
સિવિલ અને સ્મીમેરમાં રવિવારે મ્યુકરમાઇકોસિસનો એક પણ નવો કેસ ન નોંધાતા તંત્રે રાહત અનુભવી છે. તેવી જ રીતે સિવિલ અને સ્મીમેરમાં રવિવારે મ્યુકરમાઈકોસિસની સારવાર દરમિયાન એક પણ દર્દીનું મોત નીપજ્યું ન હતું. રવિવારે સિવિલમાંથી 4 દર્દીને રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં 59 દર્દીઓને રજા આપવામાં આવી છે.

રવિવારે સિવિલમાં 12 નાની-મોટી સર્જરી કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં 303 સર્જરી કરવામાં આવી છે. હાલ સિવિલમાં 114 દર્દીઓ સારવાર હેઠળ છે. તેવી જ રીતે સ્મીમેરમાં રવિવારે 1 દર્દીને રજા અને 1 દર્દીની સર્જરી કરી હતી. સ્મીમેરમાં અત્યાર સુધીમાં 51 દર્દીઓને રજા અપાઈ છે તેમજ 52 સર્જરી કરાઈ છે. હાલ સ્મીમેરમાં મ્યુકરમાઈકોસિસના 45 દર્દીઓ સારવાર હેઠળ છે. ઉલ્લેખનીય છે કે કોરોના કેસ ઘટતાં મ્યુકરના કેસો પણ ઓછા થઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...