ક્રાઇમ:ખોટું નામ ધારણ કરી કરોડોની છેતરપિંડી કરનારો ઝડપાયો

સુરત12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચિટર માલ બીજાને સસ્તામાં વેચી દેતો, સુરત સહિત અન્ય રાજ્યોમાં પણ ઠગે ચીટિંગ કરી

ખોટું નામ ધારણ કરી કરોડોની છેતરપિંડી કરનારો ચિટરને ઈકોસેલે ઝડપી લીધો છે. ચિટર આ માલ અન્યને સસ્તામાં વેચી દેતો હતો. તેમજ તેને સુરત સહિત અન્ય રાજયોમાં પણ ચિટીંગ કરી છે. વિનય દલાલ ઉર્ફે સંજય વંસતલાલ જરીવાલા (41)(રહે,વાડી ફળિયા,કોટ શેરી)ને સલાબતપુરા પોલીસ સ્ટેશનની સામેથી ઈકોસેલે પકડી પાડયો છે. વિનય દલાલ ઉર્ફે સંજય જરીવાલા સામે ખટોદરા, ક્રાઇમબ્રાંચ, સલાબતપુરા અને ચોકબજાર પોલીસમાં મળી 5 ગુનાઓ યાર્નની ચીટીંગના દાખલ થયા હતા. ઉપરાંત ચેક રીટર્નના 35 કેસો તેની સામે દાખલ થયેલા છે.

ઠગ ટોળકીની મોડન્સ ઓપરેન્ડી એવી છે કે તે શરૂઆતમાં યાર્નનો માલ ખરીદી કરી સમયસર રૂપિયા ચુકવી દેતો હતો. આથી વેપારીને તેના વિશ્વાસ બેસી જાય છે. બાદમાં તે લાખો-કરોડોનો યાર્નનો માલ લઈ થોડા જ વખતમાં ગાયબ થઈ જાય છે. વિનય દલાલ ઉર્ફે સંજય જરીવાલા સાથે તેના સાગરિતો પણ સામેલ છે. આ ઉપરાંત ઈકોસેલે ટેક્સટાઇલ માર્કેટમાં અલગ અલગ ચીટીંગના ગુનાઓમાં આરોપીઓને પકડવા માટે એસઆઈટીની રચના કરી હતી. જેના આધારે ઈકોસેલની એસઆઇટીની ટીમે સાત લેભાગુ વેપારીઓને અલગ અલગ રાજ્યોમાંથી પકડી લાવી ધરપકડની કાર્યવાહી કરી છે. ઠગ ખોટું નામ ધારણ કરી સુરત અને અન્ય રાજ્યોના વેપારીઓ પાસેથી યાર્નનો માલ લાખો-કરોડોનો માલ લઈ સસ્તામાં વેચી મારતો હતો.

અન્ય સમાચારો પણ છે...