• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • A Fire Suddenly Broke Out In A Closed House In Udhana, The Fire Department Broke The Wall Of The House And Brought The Fire Under Control

સુરતમાં આગ દુર્ઘટના:ઉધનામાં બંધ મકાનમાં અચાનક આગ ફાટી નીકળી, ફાયર વિભાગે ઘરની દિવાલ તોડી આગ પર કાબૂ મેળવ્યો

20 દિવસ પહેલા
કર્મયોગી સોસાયટીના મકાનમાં આગ લાગતા ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવ્યો.

સુરતમાં ઉધના વિસ્તારની કર્મયોગી સોસાયટી વિભાગ-1ના પ્લોટ નંબર 186માં આવેલા બંધ મકાનમાં આગ લાગી હતી. એકાએક ઘરમાંથી ધુમાડા નીકળવાના શરૂ થતા ફાયર વિભાગને સ્થાનિક લોકોએ કોલ કર્યો હતો. કોલ મળતાની સાથે ત્રણ ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચીને ઘરની દિવાલ તોડી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

બંધ મકાનમાં આગ
કર્મયોગી સોસાયટીની અંદર મકાનમાંથી ધુમાડા નીકળવાના શરૂ થતા આસપાસના લોકો ડરનો માહોલ જોવા મળ્યો હતો. નજીકમાં રહેતા લોકો દ્વારા ઘરમાંથી ધુમાડો નીકળવાનો દેખાતાની સાથે જ ફાયર વિભાગને જાણ કરી હતી. સોસાયટીના રહીશો પણ મોટી સંખ્યામાં બહાર એકત્રિત થઈ ગયા હતા. ફાયર વિભાગે વોટર ટેંકરની મદદથી આગ ઉપર ગણતરીની મિનિટોમાં કાબુ મેળવી લીધો હતો. બંધ મકાનની અંદર આગ લાગતા સૌ કોઈ આશ્ચર્યમાં મુકાયા હતા.

આગ લાગવાનું કારણ અકબંધ
ફાયર ઓફિસર ઓમ પ્રકાશ શર્માએ જણાવ્યું કે ઉધના વિસ્તારમાં આવેલી કર્મયોગી સોસાયટીમાં આગ લાગતા ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. મકાન બંધ હોવાને કારણે દિવાલ તોડીને ઘરમાં ઘૂસવાની ફરજ પડી હતી. આગ ઘરમાં પડેલી વસ્તુઓમાં લાગી હોવાનું જણાઈ આવ્યું હતું. આગ લાગવા પાછળનું કારણ જાણી શકાયું નથી. મકાન જોતા એવું લાગી રહ્યું હતું કે ઘણા સમયથી તેમાં કોઈ રહેતું ન હતું. આસપાસના લોકોએ પણ જણાવ્યું કે મકાન ઘણા સમયથી બંધ હાલતમાં છે.

અન્ય સમાચારો પણ છે...