તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:સુરતમાં રીંગરોડ પર જૂની સબ જેલ નજીક ટેમ્પોમાં ઈન્વર્ટર ચાર્જ કરતી વખતે આગ લાગી

સુરત15 દિવસ પહેલા
  • કૉપી લિંક
ટેમ્પોમાં આગ લાગ્યા બાદ બળીને ખાક થઈ ગયો હતો. - Divya Bhaskar
ટેમ્પોમાં આગ લાગ્યા બાદ બળીને ખાક થઈ ગયો હતો.
  • પેન્ટ્રીની ગેસ બોટલમાં લિકેજ હોવાથી આગ લાગ્યાનું અનુમાન

સુરતમાં રીંગરોડ નજીક જૂની સબજેલ પાછળ એક આઇસર ટેમ્પોમાં આગ લાગી હતી. જેથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ઉભો થયો હતો. એટલું જ નહીં ઘટનાની જાણ બાદ ફાયરના જવાનોએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આગ કાબૂમાં લીધી હતી. ટેમ્પામાં પેન્ટ્રી બનાવી ઇન્વર્ટર ચાર્જ કરવામાં બાજુના ઘરમાંથી વીજ પ્રવાહની લાઈન લેતા આગ લાગી હોવાનું બહાર આવ્યું હતું. પેન્ટ્રીમાં ગેસ બોટલ લિકેજ હોવાને કારણે આગએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા આખો ટેમ્પો બડીને ખાક થઈ ગયો હતો.

ગેસ બોટલ લિકેજના કારણે આગ લાગ્યાનું અનુમાન વ્યક્ત કરાઈ રહ્યું છે.
ગેસ બોટલ લિકેજના કારણે આગ લાગ્યાનું અનુમાન વ્યક્ત કરાઈ રહ્યું છે.

બંધ બોડીનો ટેમ્પો સળગી ગયો
મારુતિ સોનવણે (ફાયર ઓફિસર) એ જણાવ્યું હતું કે કોલ લગભગ 2:16 મિનિટ નો હતો. સબ્જેલ પાછળ મહિલા બેન્ક ની ગલીમાં રોડ ઉપર પાર્ક એક ટેમ્પો સળગી રહ્યો હોવાની જાણ બાદ ટીમ સાથર દોડી ગયા હતા. ઘટના સ્થળે એક આઇસર બંધ બોડીનો ટેમ્પો ભડ ભડ સળગી રહ્યો હતો. તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધા બાદ ટેમ્પાની અંદર જવા માટે દરવાજાનું તાળું તોડવાનો પ્રયાસ કરતા કરંટ લાગી રહ્યો હતો. તપાસ કરતા બાજુના એક એપાર્ટમેન્ટના ઘરમાંથી વીજ પ્રવાહ ખેંચીને બંધ ટેમ્પોમાં સપ્લાય કરાયો હતો.

ટેમ્પો નજીક પાર્ક થયેલી કારને પણ આગથી નુકસાન થયું હતું.
ટેમ્પો નજીક પાર્ક થયેલી કારને પણ આગથી નુકસાન થયું હતું.

ગેસ બોટલ લિક થતા આગ લાગ્યાનું અનુમાન
લાકડાના દંડા વડે ટેમ્પાના દરવાજાનું તાળુ તોડી દરવાજો ખોલતા ટેમ્પમાં પેન્ટ્રી બનાવાય હતી. રસોઈના બધા સાધન હતા. ગેસ બોટલ લીકેજ હતો. અને કોઈ ઇન્વર્ટર ચાર્જ થઈ રહ્યું હતું. ગેસ બોટલ લિકેજને કારણે આગ પકડાય હોય એવું અનુમાન કરાયું છે. જોકે આ દુર્ઘટનામાં આખો ટેમ્પો બળી ને ખાખ થઈ ગયો હતો. એટલું જ નહીં પણ બાજુમાં પાર્ક બ્રિજા મારુતિ કારનો કલર પણ આગની ગરમીમાં ઉતરી ગયો હતો.