તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • A Fire Broke Out In Udhana Zone Office In Surat, The Fire In The Assessment Department Was Brought Under Control By Spraying Water

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:સુરતની ઉધના ઝોન ઓફિસમાં આગ લાગી,આકરણી વિભાગમાં લાગેલી આગ પર પાણી છાંટીને  કાબૂ મેળવ્યો

સુરત9 દિવસ પહેલા
ઉધના ઝોનની આકરણી ઓફિસમાં પંખાની ઉપરના વાયરિંગમાં આગ લાગી ગઈ હતી.
  • વાયરિંગમાં શોર્ટ સર્કિટથી લાગેલી આગ પર કાબૂ મેળવાયો

સુરતના ઉધના ના ઝોન ઑફિસના આકરણી વિભાગમાં સવારે અચાનક આગ ફાટી નીકળી હતી. જેથી સફાઈ કર્મચારીઓમાં ભાગદોડ મચી ગઇ હતી. જોકે ઘટનાની જાણ થયા બાદ એક કર્મચારીએ સૂઝબૂઝથી આગ પર પાણી છાંટી ફાયરને જાણ કરી દેતા કોઈ મોટી દુર્ઘટના કે જાનહાની સર્જાઈ નહોતી. ફાયરના જવાનોએ જાગૃત કર્મચારીની કામગીરીની બિરદાવી હતી.

વાયરિંગમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી ગઈ હોવાનું સામે આવ્યું હતું.
વાયરિંગમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી ગઈ હોવાનું સામે આવ્યું હતું.

વાયરની દુર્ગંધ આવવા લાગી હતી
શૈલેષ પારેખ (સુપર વાઇઝર ઉધના ઝોન) એ જણાવ્યું હતું કે, આગ વાયરિંગમાં શોર્ટ સર્કિટ થવાને કારણે લાગી હતી. ત્યારબાદ અચાનક ફેલાઈ રહી હતી. એટલે તાત્કાલિક ફાયરને જાણ કરી આગ પર પાણી છાતી કંટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો હતો. પાણીના છંટકાવ બાદ આગ ઓલવાઈ ગઈ હતી. પરંતુ સળગેલા વાયરની દુર્ગંધ આવી રહી હતી. તમામ કર્મચારીઓને બહાર કાઢીને પહેલાં ફાયરના જવાનો પણ દોડી આવ્યા હતાં. ત્યારબાદ GEB ના કર્મચારીઓ પણ દોડીએ આવ્યા હતા.

આગ લાગ્યા બાદ કર્મચારીઓએ પાણીનો મારો ચલાવી ફાયરબ્રિગેડને જાણ કરી હતી.
આગ લાગ્યા બાદ કર્મચારીઓએ પાણીનો મારો ચલાવી ફાયરબ્રિગેડને જાણ કરી હતી.

ફાયર પણ મદદે આવેલું
આગ લાગ્યાની જાણ થતાં કર્મચારીઓ સહિત લોકોની ભીડ વચ્ચે GEB ના કર્મચારીઓએ પાવરની લાઇન બંધ કરી કામગીરી શરૂ કરી હતી. ફાયરના જવાનો પણ એમની મદદે આવી ગયા હતાં. કોઈ મોટી જાનહાની કે નુકશાન થયું ન હતું.જેથી કર્મચારીઓ અને લોકોએ રાહતનો દમ લીધો હતો.

સવારના સમયે આગ લાગી જતાં સફાઈ કામદારોમાં ડરનો માહોલ પેદા થયો હતો.
સવારના સમયે આગ લાગી જતાં સફાઈ કામદારોમાં ડરનો માહોલ પેદા થયો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

વધુ વાંચો