તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરતની હોસ્પિટલમાં આગ:અઠવાગેટ પાસે આવેલી મેટાસ એડવેન્ટ્સ હોસ્પિટલના ઓનકોલોજી વોર્ડમાં આગ લાગતા અફરાતફરી, કોઈ જાનહાનિ નહીં

સુરત3 મહિનો પહેલા
મેટાસ એડવેન્ટ્સ હોસ્પિટલમાં આગ લાગી છે.

સુરતના અઠવા ગેટ વિસ્તારમાં આવેલી મેટાસ એડવેન્ટ્સ હોસ્પિટલના નોન કોવિડ વોર્ડમાં આગ લાગી છે. હોસ્પિટલના ઓનકોલોજી વોર્ડમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ છે અને તાત્કાલિક આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. જેને પગલે ફાયરની ચાર ટીમો ઘટનાસ્થળે હાજર થઈ આગને બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.

આગ લાગતા સમગ્ર વોર્ડમાં ધુમાળા ગોટેગોટા છવાઈ ગયા હતા
આગ લાગતા સમગ્ર વોર્ડમાં ધુમાળા ગોટેગોટા છવાઈ ગયા હતા

આગ લાગ્યો હતો તે વોર્ડમાં માત્ર બે દર્દી હતા જેને લીધે મોટી જાનહાનિ ટળી હતી. હાલ બંને દર્દીને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં એસીમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, ફાયર વિભાગની ટીમ સમયસર આવી જતા મોટી જાનહાનિ ટળી ગઈ હતી.

ઓનકોલોજી વોર્ડમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી
ઓનકોલોજી વોર્ડમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી

અગાઉ આયુષ હોસ્પિટલમાં લાગી હતી આગ
સુરતમાં લાલ દરવાજા ખાતે પરમ ડોક્ટર હાઉસના બંધિયાર બિલ્ડિંગમાં 5મા માળે આવેલી આયુષ હોસ્પિટલના આઇસીયુમાં રવિવારે મધરાતે ઓવરલોડિંગના કારણે એસીમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા ભારે અફરાતફરી મચી ગઇ હતી. આઇસીયુમાં ઓક્સિજન અને વેન્ટિલેટર પર સારવાર લઇ રહેલા 18 દર્દીઓને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. આ આખી ભયાવહ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.

શિફ્ટ કરાયેલા 5 દર્દીને સારવાર મળે તે પહેલાં જ મોત
કરુણાંતિકા એ હતી કે ક્રિટિકલ દર્દીઓના વેન્ટિલેટર હટાવીને 5માં માળેથી ગ્રાઉન્ડ ફ્લોર સુધી લાવ્યા બાદ 9 જેટલી એમ્બ્યુલન્સ દ્વારા સ્મીમેર, સંજીવની અને સીમ્સ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. ત્યાં હજુ દર્દીઓને દાખલ કરવામાં આવે તે પહેલા જ તેમના મૃત્યુ થઇ ગયા હતા. કુલ પાંચ દર્દીનાં મૃત્યુ થયા હતા જેમાંથી એક દર્દી આયુષ હોસ્પિટલમાં જ મૃત્યુ પામ્યા હતા. ફાયર અધિકારીના કહેવા મુજબ આગ સામાન્ય હતી, જેને ઓલવવા પાણીનો પણ ઉપયોગ કરાયો નથી માત્ર એસ્ટિંગ્યૂશરથી જ આગ પર 10 મિનિટમાં કાબુ મેળવી લેવાયો હતો, પરંતુ ધુમાડો આઇસીયુમાં ફેલાઇ જતા દર્દીઓને શિફ્ટ કરવાની ફરજ પડી હતી.

અન્ય સમાચારો પણ છે...