તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:સુરત નવી કોર્ટની બાજુમાં હિરલ એપાર્ટમેન્ટની મીટર પેટીમાં આગ લાગતાં ભયનો માહોલ, લોકો ડરના માર્યા બહાર દોડી આવ્યાં

સુરત3 મહિનો પહેલા
આગ લાગ્યાનું અનુભવતા એપાર્ટમેન્ટમાંથી મહિલાઓ પોતાના બાળકોને લઈને નીચે દોડી આવી હતી.
  • મહિલાઓ અને વૃદ્ધોને સલામત રીતે બહાર લાવવામાં આવ્યાં

સુરત નવી કોર્ટની બાજુમાં આવેલા હિરલ એપાર્ટમેન્ટની મીટર પેટીમાં આગ લાગી ગઈ હતી. જેથી ભયનો માહોલ સર્જાયો હતો. મીટર પેટીમાં આગ લાગ્યા બાદ ધુમાડો ઉપર સુધી પહોંચતા લોકો ડરના માર્યા બહાર દોડી આવ્યાં હતાં. મહિલાઓ અને અશક્ત વૃદ્ધોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યાં હતાં. ફાયરબ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો.

મીટર પેટીમાં આગ લાગતાં ધુમાડો ઉપર સુધી પ્રસર્યો હતો.
મીટર પેટીમાં આગ લાગતાં ધુમાડો ઉપર સુધી પ્રસર્યો હતો.

લોકોમાં ડરનો માહોલ સર્જાયો હતો
હિરલ એપાર્ટમેન્ટમાં આગ લાગતાની સાથે જ ધુમાડા વધુ પ્રમાણમાં ફેલાયા હતાં. જેથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. લોકો લિફ્ટ અને દાદરથી સીધી જ નીચે દોડી આવ્યાં હતા. આગના ધુમાડાના કારણે આસપાસથી પણ લોકો દોડી આવ્યાં હતાં.

ડરના કારણે એપોર્ટમેન્ટના સભ્યો નીચે દોડી આવ્યાં હતાં.
ડરના કારણે એપોર્ટમેન્ટના સભ્યો નીચે દોડી આવ્યાં હતાં.

ફાયરબ્રિગેડ દોડી આવ્યું
સમગ્ર આગ અંગેની જાણ થતાં ફાયરબ્રિગેડ દોડી આવ્યું હતું. ફાયરબ્રિગેડ દ્વારા મીટર પેટીમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું હતું. જો કે આગ પર કાબૂ મેળવાઈ જતાં સ્થાનિકોએ રાહતની લાગણી અનુભવી હતી.