ભંગારમાં નુકસાન:ઉધનાની BRC કંપનીના બંધ યુનિટમાં આગ ભભૂકી

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઉધના લક્ષ્મી નારાયણ મંદિર પાસે કંપનીના બંધ યુનિટમાં આગ ભભૂકી ઉઠી હતી. બનાવની જાણ થતા ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી જઈ એક કલાકની જહેમત બાદ ફાયરબ્રિગેડે આગ પર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આ બનાવમાં કોઈને ઈજા કે જાનહાનિ થઈ ન હતી.

ઉધના પાંડેસરા રોડ લક્ષ્મી નારાયણ મંદિર પાસે બંધ પડેલી બરોડા રેયોન કંપનીમાં બંધ યુનિટમાં બુધવારે બપોરના સમયે કોઈક રીતે આગ ભભૂકી ઉઠી હતી. બીઆરસી કંપનીમાં આગ લાગી હોવાની જાણ થતા ત્રણ ફાયર સ્ટેશનના ફાયર ફાયટરોનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

આશરે એક કલાકની જહેમત બાદ ફાયરબ્રિગેડે આગ પર કાબુ મેળવી લીધો હતો. આગની આ ઘટનામાં યુનિટમાં પડેલા ભંગારમાં નુકશાન થયું હતું. બંધ પડેલા યુનિટમાં ઓઈલ ઢોળાયુ હોવાના કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યકત કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...