• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • A Fire Broke Out In Kadodora GIDC Of Surat At Dawn, A Worker Died On The Spot, The Fire Was Brought Under Control In Three And A Half Hours.

વિકરાળ આગ:સુરતની કડોદરા GIDCની કંપનીમાં ભીષણ આગ, પાંચમા માળેથી કૂદનાર કર્મચારી સહિત બેનાં મોત, માલિક સામે મનુષ્ય વધનો ગુનો દાખલ

સુરત3 મહિનો પહેલા
આગથી બચવા માટે અનેક લોકોએ પોતાનો જીવ બચાવવા માટે દોડાદોડ કરી મુકી હતી.
  • ફાયર બ્રિગેડની 10 ગાડીઓ ઘટના સ્થળે આગને કાબુમાં લેવા પહોંચી હતી
  • સાડા ત્રણ કલાક સુધી આગને કાબુમાં લેવા ફાયરના જવાનોએ જહેમત ઉઠાવી હતી
  • બેનાં મોતને લઈને કંપની માલિક સામે કડોદરા પોલીસ સ્ટેશનમાં સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધાયો
  • આગ શોર્ટ સર્કિટથી લાગ્યા બાદ વિકરાળ સ્વરૂપ ધારણ કરી હોવાનું પ્રાથમિક તારણ

સુરતમાં કડોદરા GIDCમાં વિવાહ પેકેજિંગ નામની કંપનીમાં વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી. આ ઘટનામાં બે કામદારના મોત નીપજ્યાં છે. આગથી બચવા માટે અનેક લોકોએ પોતાના બચાવ માટે દોડાદોડ કરી મુકી હતી. આગની ઘટનાનો સુરત ફાયર બ્રિગેડને સવારે 4.30 વાગ્યે કોલ મળ્યો હતો. કોલ મળતાંની સાથે તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન અને આગને કાબુમાં લેવા માટે ફાયર વિભાગના અધિકારીઓ દોડી ગયાં હતાં. 108 ઈમર્જન્સી એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગઈ હતી. ઘટનાના વાવડ વાયુવેગે પ્રસરતાં લોકોનાં ટોળેટોળા ઉમટી પડ્યાં હતાં. આ આગની ઘટનામાં 15થી વધુ દાઝી ગયા અને 50થી વધુ ઈજાગ્રસ્ત થયા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આગ પર પાંચ કલાકની જહેમતે કાબૂ મેળવાયો હતો. દરમિયાન કડોદરા પોલીસ સ્ટેશનમાં કંપનીના માલિક જનક મધુભાઈ જોગણી વિરુદ્ધ સાપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.પ્રાથમિક તબક્કે આગ લાગ્યાનું પ્રાથમિક તારણ શોર્ટ સર્કિટ હોવાનું સામે આવ્યું છે.

ત્રણ સામે ગુનો નોંધાયો
વિવાહ પેકેજિંગ કંપનીની આગમાં કડોદરા પોલીસ દ્વારા IPC કલમ 304 મુજબ સાપરાધ મનુષ્ય વધનો નોંધાયો ગુનો છે. માલિક દ્વારા તકેદારી ન રાખી જેના કારણે બે નિર્દોષ કામદારના મોત થયા છે. બેમાંથી એક મોહન આગથી દાજી જતા મોત થયું હતું. મરનાર મોહનના ભાઈએ કડોદરા પોલીસ સ્ટેશનમાં કંપનીના માલિક સામે ફરિયાદ નોંધાવી છે.પોલીસે ત્રણ સામે ગુનો દાખલ કર્યો છે. જેમાં જનક જોગાણી, શૈલેષ વિનુભાઈ જોગાણી અને દિનેશ નાથા વઘાસિયા સામે ગુનો દાખલ કરવામાં આવ્યાં છે.

એક મૃતદેહ બેઝમેન્ટમાંથી સળગી ગયેલી હાલતમાં મળ્યો
બીએચ માખ્ખીજાની (ઇન્ચાર્જ ફાયર ઓફિસર) એ જણાવ્યું હતું કે કડોદરા જીઆઈડીસીની વિવાહ પેકેજિંગની આગમાં 250-300 જણા ફસાઈ ગયા હોવાની વાત બાદ સુરતની 25થી વધુ ફાયર ફાઇટરની ગાડીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગી હતી. યાર્ન અને પ્લાસ્ટિકની બેગ બનાવવાના મટીરીયલને લઈ આગ ઉગ્ર બની હતી. જેને લઈ 5 ફ્લોર પર આવેલા એમ્બ્રોડરીના કારખાનાના કારીગરોમાં ભય નો માહોલ ઉભો થયો હતો અને ભાગદોડ મચી ગઇ હતી. કેટલાક ધાબા પર દોડી ગયા હતા. એક કર્મચારી નીચે કૂદી પડતા એનું મોત નીપજ્યું હતું. જ્યારે એક કર્મચારીનો મૃતદેહ બેઝમેન્ટમાંથી સળગી ગયેલી હાલતમાં મળી આવ્યો હતો. હાઇડ્રોલિક ક્રેનની મદદથી 100-125 જણાને બચાવી લેવાયા હતા. ઘટનાની જાણ બાદ પ્રાંત અધિકારી, મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, ડેપ્યુટી કમિશનર, એસપી અને ફાયર અધિકારી વીકે પરીખ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા, હાલ ફ્લોર વાઇઝ ચેકીંગ કરી કર્મચારીઓનું રેસ્ક્યૂ કરાઈ રહ્યું છે.

આ બિલ્ડિંગમાં 125થી વધુ લોકો હતાં તમામ લોકોને રેસ્ક્યૂ કરાયા
આ બિલ્ડિંગમાં 125થી વધુ લોકો હતાં તમામ લોકોને રેસ્ક્યૂ કરાયા

એસડીએમ કે.જી. વાઘેલાએ જણાવ્યું હતું કે, આ બિલ્ડિંગમાં 125થી વધુ લોકો હતાં. આગ લાગ્યા બાદ આ તમામ લોકોને ફાયર વિભાગે રેસ્ક્યૂ કરી લીધાં છે. એક વ્યક્તિએ જીવ બચાવવા ઉપરથી નીચે કૂદકો મારતાં તેનું મોત નિપજ્યું છે. તે ઉપરાંત સુરતના મેયર હેમાલી બોગાવાલાએ કહ્યું હતું કે મને સવારે સાડા પાંચ વાગ્યાની આસપાસ આગની ઘટનાના સમાચાર મળ્યાં હતાં અને તરત ઘટના સ્થળે રવાના થઈ હતી. હાલમાં આગ કાબુમાં છે અને ત્યાં જેટલા લોકો હતાં તે તમામને રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યાં છે.

કામદારો જીવ બચાવવા માટે બિલ્ડિંગના ધાબે ચઢી ગયાં હતાં.
કામદારો જીવ બચાવવા માટે બિલ્ડિંગના ધાબે ચઢી ગયાં હતાં.

15 કામદારોને સારવાર અર્થે 108માં સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા
સુપર વાઇઝર (EME) પાયલોટ અને 108ના ડૉક્ટર (EMT) ખડે પગે સારવાર આપી તમામને ઝડપી હોસ્પિટલ પહોંચાડવામાં સફળ રહ્યાં હતાં. 108 EME નિકેશ લિખારએ જણાવ્યું હતું કે લગભગ 20થી વધુ કર્મચારીઓ દાઝી ગયા હતા. 15 જણાને 108માં સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા છે. વહેલી સવારથી સુરતની પુણા, વરાછા, ગોદાદરા, લીંબાયત, નવાગામ સહિતની 108 અને એમના કર્મચારીઓ દર્દીઓને હોસ્પિટલમાં લઈ જવાની કામગીરીમાં જોડાયા છે. બે કલાકથી હું પોતે આ કામગીરીને ઓપરેટ કરી રહ્યો છું, લગભગ એક કર્મચારીનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. તે ઉપરાંત 108 પલસાણા અને કામરેજ લોકેશનની એમ્બ્યુલન્સમાં પણ દર્દીઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

20થી વધુ કર્મચારીઓ દાઝ્યા છે અને 15થી વધુ કર્મચારીઓને હોસ્પિટલ ખસેડાયા છે
20થી વધુ કર્મચારીઓ દાઝ્યા છે અને 15થી વધુ કર્મચારીઓને હોસ્પિટલ ખસેડાયા છે

કડોદરા GIDCમાં પેકેજિંગ કંપનીમાં આગ લાગી હતી
પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતની કડોદરા GIDCમાં વિવાહ પેકેજિંગ કંપનીમાં આગ લાગી હતી. આ કંપનીમાં આગ લાગતાં ત્યાં કામ કરતાં કેટલાક લોકોએ ઉપરથી કૂદકો મારીને પોતાનો જીવ બચાવ્યો છે. આગ કયા કારણોસર લાગી એ હજી જાણી શકાયું નથી. ફાયર વિભાગની ટીમે બે હાઈડ્રોલિક ક્રેન વડે કામ કરતાં કામદારોને રેસ્ક્યૂ કર્યાં હતાં. જેમાં એક કામદારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

સાડા ત્રણ કલાકની જહેમત બાદ આગ કાબુમાં આવી
સાડા ત્રણ કલાકની જહેમત બાદ આગ કાબુમાં આવી

પાંચ કલાકની જહેમત બાદ આગ કાબુમાં આવી
ફાયર બ્રિગેડને કોલ મળતાંની સાથે જ તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન માટે ઘટના સ્થળે અધિકારીઓ અને ફાયરના જવાનો પહોંચી ગયાં હતાં. તેમણે આગને કાબુમાં લેવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. લગભગ સાડા ત્રણ કલાકની જહેમત બાદ આગ કાબુમાં આવી હતી. આગને કાબુમાં લેવા માટે ફાયર બ્રિગેડની 10થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પાંચ માળની બિલ્ડિંગમાં આગ લાગી હોવાથી તેને કાબુમાં લેવા માટે ફાયરના જવાનોએ ભારે જહેમત ઉઠાવવી હતી અને પાંચ કલાકની મહેનત બાદ આગને કાબુમાં લેવામાં આવી છે.

ફાયર વિભાગના જવાનોએ હાઈડ્રોલિક મશીનથી કામદારોનું રેસ્ક્યુ કર્યું
ફાયર વિભાગના જવાનોએ હાઈડ્રોલિક મશીનથી કામદારોનું રેસ્ક્યુ કર્યું