સુરતના રાંદેર વિસ્તારમાં રૂપાલી સિનેમા પાસે GEBની ઇલેક્ટ્રિક પેટીમાં અચાનક આગ ભભૂકી ઉઠતા ભાગદોડ મચી ગઇ હતી. જોકે ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતા ફાયરના ફાઇટરોએ ઘટના સ્થળે દોડી આવી 10 મિનિટમાં સપ્લાય બંધ કરી આગને કાબૂમાં લઈ લીધી હતી. નજરે જોનાર દિલીપભાઈએ કહ્યું હતું કે, કોઈ શોર્ટ સર્કિટ કે, ધડાકા વગર જ આગ લાગી ગઈ હતી.
ફાયરબ્રિગેડ દોડી આવ્યું
ફાયર વિભાગે જણાવ્યું હતું કે, ઘટના લગભગ 10 વાગ્યાના અરસામાં બની હતી. રૂપાલી સિનેમા નજીક ટોડ ઉપર ઇલેક્ટ્રિક પેટીમાં આગનો કોલ મળ્યા બાદ ફાયરની ટીમે ઘટના સ્થળે જઇ આગ કાબૂમાં લઈ લીધી હતી. આગ લાગવા પાછળનું કોઈ કારણ જાણી શકાયું નહોતું. પરંતુ લોકોમાં ભયનો માહોલ ઉભો થયો હતો.
10 મિનિટમાં આગ કાબૂમાં
દિલીપભાઈ મોટિયાની (નજરે જોનાર) એ જણાવ્યું હતું કે, મારી કટલરીની લારી છે. બાજુમાં જ GEBની વીજ લાઈનની પેટી છે. ગ્રાહકે કહ્યું ઇલેક્ટ્રિક પેટીમાં આગ લાગી ગઈ, મેં જોયું અને ફાયરને જાણ કરું તે પહેલાં આગ ભભૂકી ઉઠી હતી. જોકે ફાયરના જવાનોએ દોડી આવી 10 મિનિટમાં આગ કાબૂમાં લઈ લીધી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.