તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આગ:સુરતના પુણામાં જૂની બોમ્બે માર્કેટની કાપડની ચાર દુકાનોમાં અચાનક આગ ફાટી નીકળતા ભાગદોડ, 4 કલાકે આગ કાબૂમાં આવી

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • આદિત્ય ટેક્સટાઇલ્સમાં લાગેલી આગ બીજા માળે પ્રસરતા ચાર દુકાનો આગની લપેટમાં આવી

શહેરના પુણા વિસ્તારમાં આવેલી જૂની બોમ્બે માર્કેટની કાપડની ચાર દુકાનોમાં અચાનક આગ ફાટી નીકળતા ભાગદોડ મચી ગઈ હતી. સિક્યુરિટી ગાર્ડે ફાયરને જાણ કરતા 8 ફાયર સ્ટેશનના ફાઈટરોએ લગભગ 4 કલાકની જહેમત બાદ આગ કાબૂમાં લીધી હતી.

4 દુકાનનું ફર્નિચર, સાડીનો જથ્થો, વાયરીંગ સહિતનો સામાન બળીને ખાખ
પુણા વિસ્તારમાં આવેલી જૂની બોમ્બે માર્કેટની આદિત્ય ટેક્સટાઇલ્સમાં લાગેલી આગ બીજા માળે પ્રસરતા ચાર દુકાનો આગની લપેટમાં આવી ગઈ હતી. શુક્રવારની રાત્રે 11:15 વાગ્યાના અરસામાં બનેલી આગની દુર્ઘટનામાં આખા માર્કેટમાં ભાગદોડ જોવા મળી હતી. 4 દુકાનનું ફર્નિચર, સાડીનો જથ્થો, વાયરીંગ, કોમ્પ્યુટર, એસી, સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. સુરત ફાયર ફાઈટરના અધિકારી અને જવાનોની પ્રસંશનીય કામગીરીને લઈ કોઈ જાનહાનિ નોંધાય નહિ.

શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી
રોજી વાડિયા (ફાયર ઓફિસર) એ જણાવ્યું હતું કે, બોમ્બે માર્કેટની પાછળના ભાગે દુકાનમાં આગ લાગી હોવાના કોલ બાદ તાત્કાલિક દોડી ગયા હતા. બીજા માળે દુકાનમાં ફર્નિચરનું કામ ચાલતું હતું. દરમિયાન નીચેની દુકાનમાં શોર્ટ સર્કિટને લઈ આગ લાગી જતા ગણતરીની મિનિટોમાં આગ ઉગ્ર બની ગઈ હતી. જોકે, ફાયરને સમય સર જાણ કરાયા બાદ કોઈ મોટું નુકશાન કે જાનહાનિ નોંધાય ન હતી. લગભગ 2 કલાક આગને કાબૂમાં લેવામાં અને બે કલાક કુલીંગ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો