• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • A Fire Broke Out In A Shop On The Second Floor Of Surat Textile Market And Goods Including Sari And Lehenga Were Burnt To Ashes.

દુર્ઘટના:સુરત ટેક્સટાઈલ માર્કેટમાં બીજા માળે આવેલી દુકાનમાં આગ લાગતાં સાડી, લહેંગા સહિતનો માલ બળીને ખાક થયો

સુરતએક મહિનો પહેલા
આગ પર કાબૂ મેળવવા માટે ચાર ફાયરસ્ટેશનની ગાડીઓ દોડી આવી હતી.
  • ચાર ફાયર સ્ટેશનોની ગાડીઓ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવાયો

સુરતના રિંગ રોડ વિસ્તારમાં આવેલી સુરત ટેક્સટાઈલ માર્કેટમા બીજા માળે આવેલી દુકાનમાં સવારે આગ ભડકી ઉઠી હતી. આગની ઘટનાના પગલે લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. ઘટનાની જાણ બાદ ફાયર વિભાગના ચાર ફાયર સ્ટેશનોથી ફાયર કર્મીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ત્યારબાદ આગ કાબૂમાં કરવાની કવાયત શરૂ કરવામાં આવી હતી. આગના કારણે મોટા પ્રમાણમાં સાડીઓ અને તૈયાર લહેંગાનો જથ્થો સહીતનો માલ બળીને ખાક થઈ ગયો હતો.

ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

શોર્ટ સર્કિટથી આગ લાગી
ફાયર વિભાગે જણાવ્યું હતું કે, ઘટના 10:50 કલાકે રિંગ રોડ ઉપર આવેલ સુરત ટેક્સ્ટાઇલ માર્કેટના બીજા માળે રિદ્ધિ ફેશન નામની દુકાન આવેલી છે. શોર્ટ સર્કિટ થવાના કારણે માળીયામાં આગ ભડકી ઉઠી હતી. આગ લગતા જ દુકાનમાં હાજર તેમજ અન્ય આજુબાજુના દુકાનદારો અને કારીગરોમાં નાસભાગ મચી ગઈ હતી.આગની ઘટના અંગે ફાયર કન્ટ્રોલમાં જાણ કરવાં આવતા ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને માનદરવાજા, મજુરા, ઘાંચીશેરી અને નવસારી બજાર ફાયર સ્ટેશનથી ફાય૨ કર્મીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

ટેક્સટાઈલ મા્ર્કેટમાં ભયનો માહોલ પેદા થયો હતો.
ટેક્સટાઈલ મા્ર્કેટમાં ભયનો માહોલ પેદા થયો હતો.

તૈયાર માલ સળગી ગયો
ફાયરકર્મીઓ દ્વારા તાત્કાલિક આગ ઓલવવાની સાથે આગને કંટ્રોલમાં લેવાની કામગીરી શરુ કરવામાં આવી હતી. એક કલાકની જહેમત બાદ આગ કંટ્રોલ કરી લેવામાં આવી હતી. ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે, આગના કારણે દુકાનમાં મુકેલ સાડીઓનો જથ્થો તેમજ તૈયાર લહેંગાનો જથ્થો સહિત મોટા પ્રમાણમાં માલ બળી જતા આર્થિક નુકશાન થયું હતું. જોકે આ ઘટનામાં અન્ય કોઈ જાનહાની નહીં થઇ હતી.