તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:સુરતના રિંગરોડ પર આવેલી અંબાજી માર્કેટમાં સાડીની દુકાનમાં આગ લાગી, ફાયરબ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
અંબાજી માર્કેટમાં આવેલી સાડીની દુકાનમાં આગ લાગતાં ફાયરબ્રિગેડે પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. - Divya Bhaskar
અંબાજી માર્કેટમાં આવેલી સાડીની દુકાનમાં આગ લાગતાં ફાયરબ્રિગેડે પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો.
  • દુકાનમાં અભરાઈએ મૂકેલા સાડીના જથ્થામાં આગ લાગી

રિંગરોડ વિસ્તારમાં આવેલી અંબાજી માર્કેટમાં સાડીની દુકાનમાં આગ ફાટી નીકળી હોય છે. આગની દુર્ઘટનાના પગલે આસપાસમાં ડરનો માહોલ પેદા થઈ ગયો હોય છે. જેથી તાત્કાલિક આગ અંગે ફાયરબ્રિગેડની જાણ કરવામાં આવી હતી. જેથી ફાયરબ્રિગેડ દ્વારા ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.

અભેરાઈમાં રાખેલી સાડીમાં આગ
અંબાજી માર્કેટમાં પહેલા માળે આવેલી સાડીની દુકાનમાં આગ લાગી ગઈ હતી. જેથી દુકાનમાંથી અન્ય સામાન પણ ખસેડી લેવામાં આવ્યો હતો. એ દરમિયાન ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જેથી પાણીનો મારો ચલાવીને 10-15 મિનિટમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.

શોર્ટ સર્કિટના કારણે આગ લાગી
કમેલા દરવાજા અંબાજી માર્કેટના પહેલા માળે આગ લાગી હોવાની ઘટના સામે આવી હતી. જેના પગલે ફાયરની ગાડીઓ અને અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતાં. જેણે આગ પર તાત્કાલિક કાબૂ મેળવી લીધો હતો. જેથી મોટી દુર્ઘટના ટળી હતી. સમગ્ર આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું પ્રાથમિક તબક્કે માનવામાં આવી રહ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો