કાપડની દુકાનમાં આગ:સુરતના કાપોદ્રામાં રેડિમેડ ગારમેન્ટની શોપમાં આગ લાગતા અફરાતફરી મચી, લગ્નના કરિયાવર સહિતનું કાપડ બળીને ખાક

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આગ પર કાબૂ મેળવવા 3 ફાયર સ્ટેશનના કર્મચારીઓ કામે લાગ્યા હતા. - Divya Bhaskar
આગ પર કાબૂ મેળવવા 3 ફાયર સ્ટેશનના કર્મચારીઓ કામે લાગ્યા હતા.
  • ત્રણ ફાયર સ્ટેશનની ગાડીઓએ આગ પર કાબૂ મેળવ્યો

સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી સતનારાયણ સોસાયટીમાં કાપડની દુકાનમાં આગ લાગી ગઈ હતી. શોર્ટ સર્કિટથી બપોરના સમયે લાગેલી આગ ભયાવહ બની હતી. દુકાનમાં રહેલા કાપડના જથ્થામાં લાગેલી આગ પર કાબૂ મેળવવા માટે 3 ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી. બાદમાં પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.

આગના પગલે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ પેદા થયો હતો.
આગના પગલે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ પેદા થયો હતો.

લોકોમાં ભય ફેલાયો
કાપોદ્રામાં સતનારાયણ સોસાયટીમાં ગ્રાઉન્ડ ફ્લોર સાથેના પહેલા માળે આવેલી હેન્ડસમ ફેશનમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. રવિવારની રજાના દિવસે બપોરના સમયે અચાનક આગ લાગી જતાં આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ પેદા થયો હતો. આગમાં દુકાનનો સામાન બળીને ખાક થયો હતો.

પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવાયો હતો.
પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવાયો હતો.

ધડાકા સાથે આગ લાગી
દુકાન માલિક અરવિંદભાઈએ કહ્યું હતું કે, તેઓ બપોરે ભોજન માટે ગયા અને ધડાકા સાથે આગ લાગી ગઈ હતી.જેથી આખી દુકાન બળીને ખાક થઈ હતી. દુકાનમાં રહેલા તૈયાર કપડા, ફર્નિચર, સહિત દીકરાના લગ્નનું કરિયાવર પણ આગમાં સળગી ગયું હતું.લગભગ 4થી 5 લાખનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. ફાયરબ્રિગેડની ઘાંચી શેરી, પુણા અને કાપોદ્રા ફાયર સ્ટેશનના જવાનોએ ઘટના સ્થળે દોડી જઈ આગ પર કાબૂ મેળવ્યો હતો.