તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:સુરતના વેડરોડ વિસ્તારમાં મકાન આગ લાગતા અફરાતફરી, મંદિરમાં કરેલી અગરબત્તીના તણખાંથી આગ લાગી હોવાનું અનુમાન

સુરત24 દિવસ પહેલા
ઘરમાં આગના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો.
  • 30 મિનિટમાં ફાયર વિભાગે ભારે જેહમત ઉઠાવી આગ કાબૂમાં લીધી

સુરત શહેરના વેડરોડ રિવર પાર્ક સોસાયટીના એક મકાનમાં આગ અચાનક આગ ફાટી નીકળતા પરિવાર બુમાબૂમ સાથે દોડતું થઈ ગયું હતું. ઘટનાની જાણ બાદ સોસાયટીમાં અફરાતફરી નો માહોલ જોવા મળ્યો હતો. દેવસ્થાન મંદિર માં કરેલી અગરબત્તીના તણખાંને લઈ આગ લાગ્યાનું અનુમાન કરાઈ રહ્યું છે.

ધુમાના ગોટેગોટા ઘરમાંથી બહાર નીકળતા રહિશો એકઠાં થયા.
ધુમાના ગોટેગોટા ઘરમાંથી બહાર નીકળતા રહિશો એકઠાં થયા.

ઘર વખરીનો તમામ સમાન બળીને ખાખ
વહેલી સવારે સર્જાયેલી આ આગની દુર્ઘટનામાં ઘર વખરીનો તમામ સમાન બળીને ખાખ થઈ ગયો હતો. સુરત ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી ને તાત્કાલિક આગ પર પાણીનો મારો કરી આગ કાબુ લેવાનો પ્રયાસ શરૂ કરતાં લોકોએ રાહતનો દમ લીધો હતો. 30 મિનિટમાં ફાયર વિભાગે ભારે જેહમત ઉઠાવી આગ કાબૂમાં લીધી હતી.

ફાયર વિભાગે ભારે જહેમતે આગ પર કાબૂ મેળવ્યો.
ફાયર વિભાગે ભારે જહેમતે આગ પર કાબૂ મેળવ્યો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

વધુ વાંચો