તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:સુરતના અડાજણમાં કોસ્મેટિકની દુકાનમાં ધડાકા સાથે આગ લાગી, ગણતરીના સમયમાં દુકાન બળીને ખાક

સુરત22 દિવસ પહેલા
દુકાનમાં ફાયર સેફ્ટીની કોઈ સુવિધા ન હોવાથી આગ ઉગ્ર બની હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
  • કોસ્મેટિકની દુકાનમાં ફટાકડા હોવાથી ભડાકાના અવાજથી આસપાસમાં ભય વધુ ફેલાયો

સુરતના અડાજણ વિસ્તારમાં હની પાર્ક રોડ પર આવેલી એક કોસ્મેટિકની દુકાનમાં અચાનક ધડાકા સાથે આગ ફાટી નીકળતા ભાગદોડ મચી ગઇ હતી. જોકે ઘટનાની જાણ થતાં જ અડાજણ અને પાલનપુર પાટિયાના ફાયરના જવાનો તાત્કાલિક દોડી આવતા ગણતરીની મિનિટોમાં આગ કાબૂમાં લેવામાં સફળ રહ્યા હતા. સાંજે સાડા ચાર વાગ્યાના અરસામાં લાગેલી આગની જવાળાઓએ ગણતરીના સમયમાં ઉગ્ર બનીને આખી દુકાનને ખાક કરી નાખી હતી. જો કે સદનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ નહોતી.

આગની જ્વાળાઓએ ગણતરીના સમયમાં ઉગ્ર બનીને આખી દુકાનને ખાક કરી નાખી હતી
આગની જ્વાળાઓએ ગણતરીના સમયમાં ઉગ્ર બનીને આખી દુકાનને ખાક કરી નાખી હતી

ફાયર સેફ્ટીની સુવિધા નહોતી
ઈશ્વર પટેલ (અડાજણ ફાયર ઓફિસર) એ જણાવ્યું હતું કે, સતનામ નામની દુકાનમાં આગ લાગ્યાનો કોલ મળતા જ ઘટના સ્થળે દોડી ગયાં હતાં. આગની જ્વાળાઓ દુકાનમાંથી બહાર આવી રહી હતી. તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લઈ લીધી હતી. જોકે આગમાં બધો જ સમાન બળી ગયો હતો. દુકાનમાં ફાયર સેફ્ટીની કોઈ સુવિધા ન હોવાથી આગ ઉગ્ર બની હોય એમ કહી શકાય છે.

દુકાનમાં ફટાકડા પણ ફૂટ્યાં હોવાનું સ્થાનિકોએ કહ્યું હતું.
દુકાનમાં ફટાકડા પણ ફૂટ્યાં હોવાનું સ્થાનિકોએ કહ્યું હતું.

દુકાનમાં ફટાકડા પણ હતા
સ્થાનિક દુકાનદારોએ જણાવ્યું હતું કે, કોસ્મેટિકની દુકાનની આડમાં સતનામ ડેકોરેશનના માલિકો ફટાકડાઓ પણ વહેંચતા હતાં. શોર્ટ સર્કિટને કારણે આગ લાગ્યા બાદ આખા વિસ્તારમાં જોરદાર ધડાકા-ભડાકાના અવાજ સાંભળતા આજુબાજુ ના દુકાનદારોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જોકે ફાયરબ્રિગેડ સમયસર આવી જતા માત્ર સતનામ ડેકોરેશનની જ દુકાન બળીને ખાક થઈ ગઈ હતી.