તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:અશ્વની કુમારમાં બંધ ગેરેજમાં શોર્ટસર્કિટનાં કારણે આગ લાગી

સુરત12 દિવસ પહેલા
 • કૉપી લિંક
આગ આજુબાજુની દુકાનો સુધી પહોંચે તે પહેલા જ ફાયરે કાબુ મેળવ્યો હતો. - Divya Bhaskar
આગ આજુબાજુની દુકાનો સુધી પહોંચે તે પહેલા જ ફાયરે કાબુ મેળવ્યો હતો.
 • બાઇક, ઓઈલનો જથ્થો અને એર કમ્પ્રેસર બળીને ખાખ

અશ્વની કુમાર પુષ્પક સોસાયટીમાં આવેલા બંધ ગેરેજમાં સોમવારે બપોરે શોર્ટસર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બાઇક, ઓઇલનો જથ્થો તેમજ એર કમ્પ્રેશર સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો.બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.

અશ્વનિકુમાર રોડ પરના પુષ્પક સોસાયટીમાં આવેલી શ્રીહરિ ઓટો ગેરેજ નામની દુકાનમાં સોમવારે બપોરે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. બંધ દુકાનમાં શોર્ટસર્કિટનાં કારણે આગ ભભૂકી ઉઠ્યા બાદ દુકાનમાંથી ધુમાડા નીકળતા ભાગદોડ મચી ગઇ હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયરબ્રિગેડને જાણ કરાઈ હતી.ફાયરબ્રિગેડ આજુ બાજુની દુકાનો આગની લપેટમાં આવે તે પહેલાં આગ પર કાબુ મેળવી લીધો હતો.

આ ઘટનામાં સદનસીબે કોઈને ઇજા કે જાનહાની થઈ ન હતી. જોકે દુકાનમાં મુકેલી એક બાઇક, એર કમ્પ્રેસર તેમજ ઓઇલ સહિતનો સામાન બળીને ખાક થઈ ગયો હતો. અન્ય એક ઘટનામાં ઉતરાણ ગજેરા સ્કૂલ નજીક કાઢીના ઝાડ પાસેથી પસાર થતો ઈલેક્ટ્રિક વાયર પાંદડાને પડી જતા સ્પાર્ક થયું હતું તેના કારણે તાળીના ઝાડમાં આગ લાગી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો