તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:સુરત અઠવાલાઇન્સ વિસ્તારમાંથી પસાર થતી કારમાં આગ, બેટરીમાં શોર્ટસર્કિટ થતાં લાગી આગ

સુરતએક મહિનો પહેલા
બેગમપુરામાં કારમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો

સુરતના અઠવાગેટ વિસ્તારમાંથી પસાર થતી કારમાં એકાએક આગ લાગતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. બેગમપુરા વિસ્તારમાં રહેતા પરેશભાઈ જરીવાલા તેના પરિવાર સાથે રવિવાર હોવાથી લટાર મારવા માટે ઘરેથી નીકળ્યા હતા. તે દરમિયાન પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર પહોંચતા તેમને ગાડીમાંથી એસીના વાયરો બળવાની ગંધ આવતા તેમણે કારને બાજુમાં રોડ સાઇડ ઉપર પાર્ક કરી દીધી હતી.

આ દુર્ઘટનામાં 4 લોકોનો બચાવ થયો હતો
આ દુર્ઘટનામાં 4 લોકોનો બચાવ થયો હતો

ગણતરીની મિનિટોમાં કાર ખાખ થઈ
રવિવાર હોવાથી પોતાના પરિવાર સાથે ફરવા નીકળેલા પરેશભાઈને એકાએક ગાડીના એસીમાંથી ધુમાડો બહાર અને કરતો હોવાનું જણાવતા તેમણે સમયસૂચકતા દાખવીને પોલીસ પરેડ ગ્રાઉન્ડની સામે પોતાની કારને પાર્ક કરી દીધી હતી. કારમાંથી બહાર અને કરતાની સાથે જ ગાડીમાં ભડકો થતો દેખાયો હતો. ગણતરીની મિનિટોમાં આખેઆખી કાર્ડ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઇ હતી. ફાયરની ગાડી આવે તે પહેલા ગાડીને ખૂબ મોટું નુકસાન થયું હતું.

આ ઘટનામાં કોઈ જાનહાનિ નહીં
કારમાં સવાર કુલ ચાર લોકો ગાડીની બહાર નીકળી આવ્યા હતા સદ્નસીબે કોઇ જાનહાની થઇ નથી. ફાયર વિભાગને જાણ થતાની સાથે જ આગ ઉપર કાબુ મેળવવા માટે ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આજની જ્વાળામાં લપેટી ગાડીને જોઈને વિભાગના જવાનોએ આસપાસના વિસ્તારમાંથી ગાડી પસાર ન થાય તે માટે થોડા સમય માટે રસ્તો બંધ કરી દીધો હતો. રવિવાર હોવાથી મહ્દઅંશે લોકો રસ્તા ઉપર લટાર મારવા નીકળ્યા હતા. તો ઘણા બધા લોકો ડુમ્મસ તરફથી અઠવાલાઈન્સ તરફ આવતા ટ્રાફિક જામ પણ જોવા મળ્યો હતો. અતિવ્યસ્ત રસ્તા ઉપર એકાએક ગાડીમાં આગ લાગતાં થોડા સમય માટે ભયનો માહોલ દેખાયો હતો.

અન્ય સમાચારો પણ છે...