તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:સુરતના મોરાભાગળમાં કારમાં આગ લાગતા અફરાતફરી મચી, વેપારીએ કાર શરૂ કરતાં જ અચાનક લાગેલી આગ પર ફાયરબ્રિગેડે કાબૂ મેળવ્યો

સુરત24 દિવસ પહેલા
કારના બોનેટમાં શોર્ટ સર્કિટથી આગ ફાટી નીકળી હતી.
  • પાર્કિંગમાંથી કાર શરૂ કરતાં જ આગ લાગી ગઈ હતી

સુરતના મોરાભાગળ વિસ્તારમાં આવેલી ગ્રીન પાર્ક સોસાયટી પાસે કારમાં આગ લાગતા અફરાતફરી મચી હતી. ગ્રીનપાર્ક સોસાયટીમાં રહેતા હસન અન્સારી તેના કામકાજ અર્થે ઘરની બહાર નીકળતા હતાં. ત્યારે ગાડીમાં સેલ મારતાની સાથે જ ગાડીમાં નેટના ભાગેથી ધુમાડા નીકળવાના શરૂ થયા હતા અને ત્યારબાદ જોતજોતામાં ગાડીમાં આગ લાગી હતી.બાદમાં ફાયરબ્રિગેડને જાણ કરી હતી.

આગ લાગ્યા બાદ આસપાસ લોકોના ટોળા એકઠાં થઈ ગયા હતાં.
આગ લાગ્યા બાદ આસપાસ લોકોના ટોળા એકઠાં થઈ ગયા હતાં.

ધંધા પર જાય તે પહેલા જ આગ લાગી
ધુમાડા નીકળતા જ કાર ચાલક હસન અન્સારી સમયસૂચકતા દાખવી અને ગાડીની બહાર દોડી આવ્યા હતા. પાર્કિંગમાં ઉભેલી ગાડીમાં જ આગ લાગી જતા આસપાસના લોકો પણ દોડી આવી ફાયર વિભાગને કોલ કર્યો હતો. કારમાં પેન્ટિંગવેપાર કરતા હસન અલી માર્કેટિંગ માટે ધંધાના સ્થળ તરફ જવા નીકળવાના હતા તે પહેલાં જ પાર્કિંગમાં ગાડીમાં આગ લાગી હતી.

ફાયરબ્રિગેડે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.
ફાયરબ્રિગેડે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.

શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું તારણ
હીરાભાઈ ફાયર વિભાગને જાણ થતાની સાથે જ ફાયર વિભાગે ઘટના સ્થળ પર આવીને તાત્કાલિક અસરથી ગાડીમાં લાગેલી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક તારણ મુજબ શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાની શક્યતા છે.જો કે ફાયરબ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જેથી સ્થાનિકોને હાશકારો થયો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

વધુ વાંચો