કારમાં આગ ભભૂકી ઉઠી:લિંબાયતમાં કારમાં આગ, મકાન ચાર સાયકલ પણ લપેટમાં આવી

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મકાનમાં હાજર લોકો પાછળની જાળ‌ી તોડી બહાર નીકળ્યા

લિંબાયત મીઠી ખાડી પાસે બેઠી કોલોનીમાં ઘર નજીક પાર્ક કરેલી ઈકો કારમાં આગ ભભૂકી ઉઠી હતી. કારમાં લાગેલી આગ પ્રસરીને મકાન સુધી પહોંચતા મકાનમાં પણ આગ લાગી હતી. તેમજ નજીકમાં મુકેલી 4 સાયકલો પણ આગની લપેટમાં આવી ગઈ હતી. બનાવની જાણ થતા ફાયરબ્રિગેડ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા અને આગ પર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આ બનાવમાં કોઈને ઈજા કે જાનહાની થઈ ન હતી.

લિંબાયત મીઠી ખાળી બ્રિજ પાસે બેઠી કોલોનીમાં બુધવારે બપોરે એક ઘરની બહાર પાર્ક કરેલી ઈકો કારમાં આગ ભભૂકી ઉઠી હતી. ઈકો કાર ભળકે બળતા ભાગદોડ મચી ગઈ હતી. કારમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યા બાદ આગ મકાન સુધી પહોંચી હતી અને મકાનમાં પણ આગ લાગી હતી. તેમજ નજીકમાં પાર્ક કરેલી 4 સાયકલ પણ પણ આગની લપેટમાં આવી ગઈ હતી. મકાનની બહાર તેમજ મકાનમાં આગ લાગતા મકાનમાં હાજર પરિવારના સભ્યો પાછળની જાળી તોડી બહાર નીકળી ગયા હતા.

કાર આગમાં બળી ખાક થઈ
બનાવની જાણ થતા ફાયરબ્રિગેડ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જોકે સાંકળા રસ્તાના કારણે ફાયરબ્રિગેડને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે ફાયરબ્રિગેડે પાણીનો મારો ચલાવી ભારેજહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો. આ બનાવમાં કોઈને ઈજા કે જાનહાની થઈ ન હતી. પરતંુ કાર બળીને ખાક થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...