તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:સુરતમાં સોસાયટીમાં પાર્ક કરેલી બાઈકમાં લાગેલી આગથી આસપાસમાં ભયનો માહોલ ફેલાયો,કોઈ જાનહાનિ નહિં

સુરત21 દિવસ પહેલા
રાત્રિના સમયે આગ લાગતા આગની જવાળાઓમાં બાઈક બળીને ખાક થઈ ગઈ હતી.
  • ધડાકાના અવાજ સાથે આગ લાગ્યા બાદ બાઈકની બાજુમાં પાર્ક કરેલા વાહનોને બચાવાયા

સુરતના લિંબાયતની સાંઈ કૃપા સોસાયટીમાં એક બાઇક અચાનક ધડાકા સાથે સળગી જતા લોકો ડરના મારે બહાર દોડી આવ્યાં હતાં. એટલું જ નહીં પણ બાઇકની આગમાં બાજુમાં પાર્ક એક સાયકલ પણ ઝપેટમાં આવી જતા આખી સળગી ગઈ હતી. જોકે ફાયરની ટીમ સમય સર દોડી આવતા પાલિકાના ટેમ્પાને બચાવી લેવાયો હતો. આગ લાગવા પાછળનું કોઈ કારણ જાણી શકાયું નહોતું.

આગ લાગ્યાબાદ સ્થાનિકો ડરના માર્યા નીચે દોડી આવ્યાં હતાં.
આગ લાગ્યાબાદ સ્થાનિકો ડરના માર્યા નીચે દોડી આવ્યાં હતાં.

ધડાકા સાથે આગ લાગી
મૂળ મહારાષ્ટ્રના અને રત્નકલાકાર તરીકે કામ કરતાં યોગેશ મહેન્દ્ર જાદવ (બાઇક માલિક) એ જણાવ્યું હતું કે, કંઈ ખબર જ ન પડી, બસ ધડાકાનો અવાજ આવ્યો ને દોડીને નીચે ઉતર્યા તો બાઇક સળગી રહી હતી. કંઈ સમજ પડે એ પહેલાં તાત્કાલિક ફાયરને જાણ કરી હતી.

આગ લાગ્યા બાદ બાઈક સંપૂર્ણ બળીને ખાક થઈ ગઈ હતી.
આગ લાગ્યા બાદ બાઈક સંપૂર્ણ બળીને ખાક થઈ ગઈ હતી.

ફાયરબ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો
ફાયરની ટીમ આવે એ પહેલાં બાજુમાં પાર્ક એક નવી જ સાયકલ પણ આગની ઝપેટમાં આવી ગઈ હતી. નજરની સામે જ બન્ને બળીને ખાક થઈ ગયા હતા. બાઇક તો 2016 નું મોડલ હતું જોકે બર્નીગ બાઇકની આગથી પાલિકાના ટેમ્પાને બચાવી લેવાયો હતો. ફાયરની ટીમ આવ્યા બાદ ગણતરીની મિનિટોમાં આગ કાબૂમાં આવી ગઈ હોવાનું યોગેશભાઈએ વધુમાં જણાવ્યું હતું.