તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:જૂની બોમ્બે માર્કેટમાં મોડી રાત્રે ઈલેક્ટ્રિક શોર્ટસર્કિટથી 6 દુકાનમાં આગ લાગી

સુરત4 મહિનો પહેલા
 • કૉપી લિંક

ઉમરવાડ ખાતે આવેલી જૂની બોમ્બે માર્કેટની બી અને સી વિંગમાં પહેલા માળે આવેલી 4 દુકાનોમાં શુક્રવારે રાત્રે 11:30 વાગ્યાના અરસામાં આગ ભભૂકી ઉઠી હતી. ફર્નીચરનું કામ ચાલી રહ્યું હોય દરમિયાન વાયરિંગમાં શોર્ટસર્કિટના કારણે આગ ભભૂકી ઉઠતા ભાગદોડ મચી હતી. પહેલા માળે લાગેલી આગની લપેટમાં બીજા માળની બે દુકાનો પણ આવી ગઈ હતી.

ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. માર્કેટમાં આગ હોવાથી તકેદારીના ભાગ રૂપે સાત ફાયર સ્ટેશનના ફાયર ફાયટરનો કાફલો ઘટના સ્થળે બોલાવી લેવાયો હતો. જોકે માત્ર એક કલાકની જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવાયો હતો.

આગમાં કેટલાક સામાન બળીને ખાક થઈ ગયા હતા પણ સદનસીબે કોઈને ઈજા કે જાનહાની થઈ ન હતી.ફાયર બ્રિગેડે પાવર સપ્લાય કટ કરી દેતા માર્કેટની અન્ય વિંગમાં લિફ્ટમાં સવાર બે વ્યક્તિઓ ફસાઈ ગયા હતા. બન્નેને લિફ્ટમાંથી સલામત બહાર કઢાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો