• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • A Fire Broke Out Due To Short Circuit In The Fridge Of A House In Surat, Residents Were Rescued Due To Vigilance Of Neighbors, Furniture Was Burnt To Ashes.

દુર્ઘટના:સુરતમાં ઘરના ફ્રિઝમાં શોર્ટ સર્કિટથી આગ લાગી, પાડોશીઓની સતર્કતાથી રહિશોનો બચાવ, ફર્નિચર બળીને ખાક

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક
આગ પર કાબૂ મેળવીને ફાયરબ્રિગેડે લોકોને ભયમુક્ત કર્યા હતા - Divya Bhaskar
આગ પર કાબૂ મેળવીને ફાયરબ્રિગેડે લોકોને ભયમુક્ત કર્યા હતા
  • ફાયરબ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો

સુરતના અડાજણ વિસ્તારમાં વિશાલ નગરમાં શોર્ટ સર્કિટ બાદ આખું ઘર સળગી ગયું હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જોકે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાની નોધાય ન હોવાનું ફાયર વિભાગે જણાવ્યું છે. પાડોશીની જાગૃતતાને લઈ કિનારી પરિવાર સમયસર સળગતા ઘરના બીજા માળેથી નીચે બહાર નીકળી જવામાં સફળ થયું હોવાનું જાણવા મળ્યું છે.

ઘરમાં આગ લાગતા ધુમાડાથી દિવાલો કાળી પડી ગઈ હતી
ઘરમાં આગ લાગતા ધુમાડાથી દિવાલો કાળી પડી ગઈ હતી

27 મિનિટમાં આગ પર કાબૂ મેળવાયો
ફાયર વિભાગે જણાવ્યું હતું કે, ઘટના વહેલી સવારના 4:03 મિનિટની હતી. વિશાલનગરના ઘર નંબર D-119ના પહેલા માળે ધુમાડા સાથે આગ લાગી હોવાનું જાણવા મળતા ફાયરની ટીમ તાત્કાલિક દોડી ગઈ હતી. એટલું જ નહીં પણ માત્ર 27 મિનિટમાં જ આગને કાબૂમાં લેવામાં સફળ રહી હતી.

ફ્રિઝમાંથી આગ લાગી
સુથાર (ફાયર ઓફિસર અડાજણ)એ જણાવ્યું હતું કે, કોલરને સોસાયટીના ગેટ પર બોલાવી એની મદદથી સમયસર ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પહેલા માળે લાગેલી આગ પર પાણીનો મારો કરી આગ કાબૂમાં લઈ લીધી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે, આગ ફ્રીઝમાં શોર્ટ સર્કિટને કારણે લાગી હતી. જેમાં ફર્નિચર, ઘર વખરીનો સામાન સહિત તમામ બળીને ખાક થઈ ગયું હતું. જોકે કોઈ જાનહાની નોંધાય ન હતી.

સોફા સહિતનો સામાન આગમાં બળીને ખાક થયો હતો
સોફા સહિતનો સામાન આગમાં બળીને ખાક થયો હતો

પાડોશીઓએ સમયસૂચકતા દર્શાવી
મુકુંદભાઈ ગજ્જર (ઘટનાના સાક્ષી) એ જણાવ્યું હતું કે, વહેલી સવારે આંખ ખુલી જતા કંઈ બળવાની દુર્ગંધ આવી હતી. પહેલા પોતાના ઘરમાં તપાસ કર્યા બાદ પાડોશીના ઘર પર નજર પડતા ધુમાડો નીકળી રહ્યો હોવાનું જોયું હતું. તાત્કાલિક દોડીને બૂમાબૂમ કરી બીજા માળે સૂતેલા કિનારી પરિવારની બે દીકરીઓ અને પતિ-પત્નીને જગાડી બહાર કાઢી લીધા હતા. ત્યાં સુધીમાં આગ ઉગ્ર બની ગઈ હતી. ત્યારબાદ ફાયર ને જાણ કરી ગેટ પર દોડી ગયો હતો. ફાયરને સાથે લઈ ઘટના સ્થળે આવ્યા બાદ ગણતરીની મિનિટોમાં ફાયરના જવાનોએ આગ પર કાબૂ મેળવી લીધો હતો.