તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:સુરતની ટ્રાઇસ્ટાર હોસ્પિટલમાં ભીષણ આગ, ડોક્ટરો-દર્દીઓમાં નાસભાગ, ફાયર વિભાગ દ્વારા દર્દીઓને માસ્ક અને ઓક્સિજન બોટલ સાથે જ રેસ્ક્યૂ કરાયા

સુરત5 મહિનો પહેલા
હોસ્પિટલમાં આગ લાગવાને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા. - Divya Bhaskar
હોસ્પિટલમાં આગ લાગવાને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા.
  • બીજા માળે ઇમર્જન્સીમાંથી લગભગ 15-20 જેટલા દર્દીને બહાર કાઢ્યા
  • આગ લાગવા પાછળનું કારણ કેબલમાં શોર્ટ સર્કિટ હોવાનું જાણવા મળ્યું

સુરત શહેરના નાનપુરા વિસ્તારમાં આવેલી ટ્રાઈસ્ટાર હોસ્પિટલમાં ભીષણ આગના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેથી દર્દીઓ અને ડોક્ટરોમાં નાસભાગ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ત્રણ ગાડી ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હોસ્પિટલમાં રહેલા દર્દીઓને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. ટ્રાઈસ્ટાર હોસ્પિટલ પહોંચેલા ફાયરના જવાનોએ બીજા માળે ઇમરજન્સીમાંથી લગભગ 15-20 જેટલા દર્દીઓને ગ્લુકોઝની બોટલ સાથે રેસ્કયુ કર્યા હતા.

જ્યારે કેટલાક દર્દીઓને માસ્ક અને ઓક્સિજન બોટલ સાથે જ રેસ્ક્યુ કરાયા હતા. આગ લાગવા પાછળનું કારણ કેબલમાં શોર્ટ સર્કિટ હોવાનું જાણવા મળ્યું હતું. જોકે કલાક જેટલા સમયમાં ફાયરના જવાનોએ આગ પર કાબૂ મેળવી લીધો હતો. હાલ પરિસ્થિતિ સામાન્ય હોવાનું જાણવા મળ્યું છે.

સિક્યુરિટી ગાર્ડે ભાગો ભાગો આગ લાગીની બુમાબુમ કરીઃ ફર્સ્ટ પર્સન
મહેન્દ્ર અગ્રવાલ (ફર્સ્ટ પર્સન) એ જણાવ્યું હતું કે, મારે મેડિકલ ઇન્સ્યોરન્સ હોવાથી હું આજે આંખના મોતિયા અને ડાબા હાથની વચલી આંગળીમાં રસોડીના ઓપરેશન માટે એપોઇન્મેન્ટ લેવા ગયો હતો. ટ્રાઈસ્ટાર હોસ્પિટલના વોચમેને પહેલા માળે જવા કહ્યું હતું. જ્યાં પહોંચતાની સાથે જ એક સિક્યુરિટી ગાર્ડે ભાગો ભાગો આગ લાગીની બુમાબુમ કરી દેતા હું દોડીને બહાર આવી ગયો હતો. ત્યારબાદ અંદર નજર કરતા કાળા ધુમાડા નીકળતા થઈ ગયા હતા.

ખૂબ જ દુર્ગન્ધ મારતા હોવાથી મેં તાત્કાલિક 102 પર ફાયરને જાણ કરી હતી. ગણતરીની મિનિટોમાં ફાયરના જવાનો દોડી આવ્યા હતા. બીજા માળે ઇમરજન્સીમાંથી લગભગ 15-20 જેટલા દર્દીઓને ગ્લુકોઝના બોટલ સાથે બહાર કાઢ્યા હતા. કેટલાકને માસ્ક અને ઓક્સિજન બોટલ સાથે જ રેસ્ક્યુ કરાયા હતા. આગ લાગવા પાછળનું કારણ લગભગ કેબલમાં શોર્ટ સર્કિટ હોવાનું જાણવા મળ્યું હતું. જોકે કેટલાક કલાકોમાં જ ફાયરના જવાનોએ આગ પર કાબુ મેળવી લીધો હતો. હાલ પરિસ્થિતિ સામાન્ય હોય એમ કહી શકાય છે.​​​​​​​

દર્દી અને તેમનાં સગાંને રેસ્ક્યૂ કરી બહાર કાઢ્યા
ટ્રાઈસ્ટાર હોસ્પિટલમાં આગને પગલે દર્દીઓને અને તેમનાં સગાંમાં ભાગદોડ મચી ગઈ હતી. ફાયરના કાફલાએ ઘટનાસ્થળે પહોંચી પહેલા દર્દી અને તેમનાં સગાંને રેસ્ક્યૂ કરી બહાર કાઢ્યા હતા. ફાયર વિભાગ દ્વારા એક કલાકે આગ પર કાબૂ મેળવવાના સફળતા મળી હતી. ઘટનાસ્થળે ફાયર વિભાગની ત્રણ ગાડી પહોંચી હતી.

હોસ્પિટલમાં આગને પગલે ભાગદોડ મચી ગઈ.
હોસ્પિટલમાં આગને પગલે ભાગદોડ મચી ગઈ.

TRB જવાન, રાહદારીઓ મદદે આવ્યા
ટ્રાઈસ્ટાર હોસ્પિટલમાં આગ લાગી હોવાની જાણ થતાં નજીકમાં પોઈન્ટ પર ફરજ બજાવતા ટીઆરબી જવાન પણ દોડી આવ્યા હતા. આગની જાણ થતાં ફાયર કાફલો પણ પહોંચી ગયો હતો. પ્રથમ ફાયર વિભાગે દર્દીઓનું રેસ્કયૂ હાથ ધર્યું હતું, જેમાં ટીઆરબી જવાન, રાહદારીઓ, નર્સિંગ સ્ટાફ અને ડોક્ટરોની મદદથી ફાયરના જવાનોએ દર્દીઓને બહાર કાઢ્યા હતા.

હોસ્પિટલમાં આગને પગલે આસપાસથી લોકો દોડી આવ્યા.
હોસ્પિટલમાં આગને પગલે આસપાસથી લોકો દોડી આવ્યા.

આસપાસની લોકો દોડી આવ્યા
ટ્રાઈસ્ટાર હોસ્પિટલમાં આગને પગલે આસપાસથી લોકો મદદે દોડી આવ્યા હતા. ફાયર વિભાગના કાફલાને લોકોએ મદદ કરી હતી. હોસ્પિટલમાંથી દર્દીઓને અન્ય હોસ્પિટલ ખસેડવામાં લોકોએ મદદ કરી હતી.

વ્હીલચેર સાથે જ દર્દીને ઊંચકીને બહાર લાવ્યા બાદ અન્ય હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.
વ્હીલચેર સાથે જ દર્દીને ઊંચકીને બહાર લાવ્યા બાદ અન્ય હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

વધુ વાંચો