તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:સુરતમાં બમરોલી રોડ પર આવેલી મનહર ડાઈંગ મિલમાં આગ લાગતાં ભાગદોડ, વોચમેનની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી

સુરત2 મહિનો પહેલા
આગે બીજા માળ પણ લપેટમાં લીધા હતા. - Divya Bhaskar
આગે બીજા માળ પણ લપેટમાં લીધા હતા.
  • ફાયર વિભાગે ગણતરીની મિનિટોમાં આગ પર કાબૂ મેળવ્યો

સુરત શહેરના બમરોલી રોડ પર આવેલી મનહર ડાઈંગ મિલમાં વહેલી સવારે આગ ફાટી નીકળતા ભાગદોડ મચી ગઇ હતી. લગભગ તમામ કારીગરો મિલ બહાર દોડી આવ્યા હતા. વોચમેનની સતર્કતા ને કારણે ફાયર વિભાગ ના જવાનોએ સમય સર દોડી આવી ગણતરીની મિનિટોમાં આગ પર કાબુ મેળવી લીધો હતો.

સેન્ટર મશીનમાંથી આગની જ્વાળા બહાર આવતા વોચમેને ફાયરને જાણ કરી
વોચમેન સંજય ગિરીએ કહ્યું હતું કે, મનહર ડાઈંગ મિલમાં સેન્ટર મશીનમાંથી આગની જ્વાળા બહાર નીકળતા જોઈ તાત્કાલિક ફાયરને અને ત્યારબાદ શેઠને ફોન કરી દીધો હતો. આ દુર્ઘટનામાં મશીન, ઇલેક્ટ્રિક મોટર અને કાપડ પણ બળીને ખાખ થઈ ગયું હોય એમ કહી શકાય છે.

મજુરા, માન દરવાજા અને નવસારી બજાર ફાયર સ્ટેશનના જવાનોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો.
મજુરા, માન દરવાજા અને નવસારી બજાર ફાયર સ્ટેશનના જવાનોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો.

વાયરિંગ, મશીન, ઇલેક્ટ્રિક મોટરને નુકસાન થયું
ફાયર વિભાગે જણાવ્યું હતું કે, કોલ સવારે 4:50નો હતો. મનહર ડાઈંગ મિલમાં આગ ની માહિતી મળતાની સાથે જ મજુરા, માન દરવાજા અને નવસારી બજાર ફાયર સ્ટેશનના જવાનોને ઘટના સ્થળે જવાના આદેશ કરાયા હતા. મિલના સેન્ટર મશીનમાં લાગેલી આગ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે એ પહેલાં જ પાણીનો મારો કરી આગ કાબૂમાં લઈ લેવાય હતી. જોકે આ દુર્ઘટનામાં વાયરિંગ, મશીન, ઇલેક્ટ્રિક મોટર સહિતનો સમાન આગથી કે પાણીના મારાથી નુક્શાનગ્રસ્ત થયો હોય એમ કહી શકાય છે.

મનહર ડાઈંગ મિલમાં આગથી તમામ કારીગરો મિલ બહાર દોડી આવ્યા હતા.
મનહર ડાઈંગ મિલમાં આગથી તમામ કારીગરો મિલ બહાર દોડી આવ્યા હતા.

સમય સૂચકતાને લઈ કોઈ જાનહાનિ નોંધાય નથી
કૃષ્ણા મોઢ (ફાયર ઓફિસર) એ જણાવ્યું હતું કે, સેન્ટર મશીનમાં આગ લાગ્યા બાદ વિકરાળ બની ગઈ હતી. બીજા માળ બે પણ લપેટમાં લીધા હતા. કાપડનો જથ્થો પણ આગની ઝપેટમાં આવી ગયો હતો. જેને લઈ ભયનો માહોલ ઉભો થયો હતો. જોકે સમય સૂચકતાને લઈ કોઈ જાનહાનિ નોંધાય ન હતી અને ગણતરીની મિનિટોમાં આગ કાબૂમાં આવી ગઈ હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો