સુરત:અંજની ઇન્ડસ્ટ્રીના ટેક્સટાઈલના કારખાનામાં લાગેલી આગ સાડા 5 કલાકે કાબૂમાં આવી, કોઈ જાનહાનિ નહીં

સુરત2 વર્ષ પહેલા
આખો ત્રીજો માળ આગની લપેટમાં આવી ગયો
  • આગના પગલે કારીગરોમાં ભાગદોડ મચી હતી
  • કોસાડ-કતારગામની ફાયરની ગાડી પહોંચી હતી

અમરોલી-સાયણ રોડ પર આવેલી અજની ઇન્ડસ્ટ્રીના એક ટેક્સટાઈલના કારખાનામાં અચાનક આગ ફાટી નીકળી હતી. કારખાનાની બિલ્ડીંગનો આખો ત્રીજા માળ આગની લપેટમાં આવી જતા કારીગરોમાં ભાગદોડ મચી ગઈ હતી. ફાયર વિભાગને જાણ થતા ફાયર ફાઈટરનો કાફલો ઘટના સ્થળ પહોંચ્યો હતો. આગે વિકરાળ રૂપ ધારણ કરતા કોસાડ અને કતારગામની ફાયર વિભાગની ગાડીઓ પણ પહોંચી હતી. પાણીનો મારો ચલાવી ભારે જહેમતે સાડા પાંચ કલાકે આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી છે. જ્યારે જાનહાનિના અહેવાલ ન હોવાથી રાહત છે.

શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ
ટેક્સ્ટાઇલ કારખાનાના ત્રીજા માળે આગ લાગતાં ધુમાડાના ગોટેગોટા છવાયાં હતાં. શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. ફાયર બ્રિગેડની ટીમ અત્યારે આગળ ઓલવવાનું કામ કરી રહી છે. કારીગર વર્ગ મોટી સંખ્યામાં વતન હોવાથી ઔદ્યોગિક વસાહતોમાં ચહલપહલ અત્યારે ખૂબ જ ઓછી છે. આગ લાગ્યાની જાણ થતાં કારખાનેદારો પણ ઘટના સ્થળે પહોંચી ગયાં હતાં. ભારે જહેમત બાદ સાડા પાંચ કલાકે આઘ પર કાબૂ મેળવવામાં સફળતા મળી છે.

આસપાસના કારખાનાના કારીગરો મદદે આવ્યા
ટેક્સટાઈલના કારખાનામાં લાગેલી આગના પગલે ફાયર વિભાગની 6 જેટલી ગાડીઓ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા છે. ત્યારે કારખાનામાં રહેલા ગ્રે કાપડ અને યાર્નને બહાર કાઢવા માટે આસપાસના કારખાનાના કારગીરો અને કારખાનેદારો મદદે આવ્યા છે. એક તરફ ફાયર વિભાગ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાય કરે છે જ્યારે બીજી તરફ કાપડનો જથ્થો બહાર કાઢવામાં આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...