દુર્ઘટના:ભેસ્તાનમાં બ્લીચિંગ પાઉડરની કંપનીમાં મળસ્કે આગ ભભૂકી

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ભેસ્તાનમાં બ્લીચિંગ પાઉડર બનાવતી કંપનીમાં આગ. - Divya Bhaskar
ભેસ્તાનમાં બ્લીચિંગ પાઉડર બનાવતી કંપનીમાં આગ.
  • બાટલીબોયની સામે કંપનીમાં કેમિકલને લીધે આગ વકરી
  • ફાયર બ્રિગેડે​​​​​​​ પાઉડરનો જથ્થો બહાર કાઢી 7 કલાકે કાબૂ મેળવ્યો

ભેસ્તાનમાં બાટલીબોય કંપનીની સામે બ્લીચીંગ પાઉડરની કંપનીમાં સોમવારે મળસ્કે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. બનાવની જાણ થતા ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. 7 કલાકની જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવવામાં આવ્યો હતો. સદનસીબે, આ બનાવમાં કોઈને ઈજા કે જાનહાની થઈ ન હતી. ભેસ્તાન બાટલીબોયની સામે શનિદેવ ઓઈલ મીલ પાસે આવેલી કેમીઈન્ટેલ ટેક્નો પ્રા. લીમીટેડ નામની બ્લીચીંગ પાઉડર બનાવતી કંપનીમાં સોમવારે મળસ્કે આગ ભભૂકી ઊઠી હતી.

બનાવની જાણ થતા ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને અાગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જોકે, બ્લીચીંગ પાઉડરમાં પાણીનો છંટકાવ થતા વારંવાર અાગ ભભૂકી ઉઠતી હોવાથી ફાયરબ્રિગેડને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આખરે જેસીબીની મદદથી બ્લીચીંગ પાઉડરનો જથ્થો બહાર કઢાવી 7 કલાક બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. સદનસીબે, આ બનાવમાં કોઈને ઈજા કે જાનહાની થઈ ન હતી.

વરાછામાં કાપડની દુકાનમાં શોર્ટસર્કિટથી આગ, તાકા ખાક
વરાછામાં જગદીશનગર ખાતે આવેલી શ્રીશિવ અમૃત એન્ટરપ્રાઈઝ નામની કાપડની દુકાનમાં સોમવારે સવારે ઈલેક્ટ્રિક શોર્ટસર્કિટના કારણે અચાનક આગ ભભૂકી ઉઠતા ભાગદોડ મચી ગઈ હતી. બનાવની જાણ થતા ફાયરબ્રિગેડે ઘટના સ્થળે દોડી આગ પર કાબુ મેળવી લીધો હતો. આગની આ ઘટનામાં 100 મીટરના 100 જેટલા કાપડના તાકા બળીને ખાખ થઈ ગયા હતા. સદનસીબે, આ બનાવમાં કોઈને ઈજા કે જાનહાની થઈ ન હતી.

અન્ય સમાચારો પણ છે...