તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસનો દરોડો:શટર બંધ કરી જીમમાં કસરત કરતા 40ને 40 હજારનો દંડ

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
જીમ માલિક અને ટ્રેનર - Divya Bhaskar
જીમ માલિક અને ટ્રેનર
  • માનદરવાજાના મોડર્ન જીમમાં પોલીસનો દરોડો
  • જીમના માલિક અને ટ્રેનર વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો

માન દરવાજા પાસે સલાબતપુરા પોલીસ સ્ટેશનની હદમાં શટર બંધ કરી અંદરથી જીમ ચાલુ રાખતા પોલીસ ત્રાટકી હતી. ત્યાં કસરત કરતા 40 યુવકો પાસેથી એક-એક હજાર રૂપિયાનો દંડ કરીને જીમના બે માલિક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. હાલમાં કોરોના વાઇરસ ફેલાતો હોવાથી ગાઇડલાઈન મુજબ જીમ પર પ્રતિબંધ છે, તેમજ સાંજે 8 વાગ્યા પછી કર્ફ્યુ છે. કર્ફ્યુ તેમજ ગાઈડલાઈનના અમલ માટે સલાબતપુરા પોલીસ પેટ્રોલિંગમાં હતી. ખટોદરામાં માન દરવાજા પાસે ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે મોડર્ન જીમ બહાર કેટલાક લોકો ભેગા થયા હતા.

માનદરવાજામાં જીમ ખોલતા ગુનો.
માનદરવાજામાં જીમ ખોલતા ગુનો.

તેથી પોલીસે નજીક જઈને જોતા જીમમાં ઘણા યુવક કસરત કરી રહ્યા હતા. પોલીસે યુવકોને ગણતા 40 જણા દેખાયા હતા. કોઈને માસ્ક પણ પહેર્યું ન હતું. તમામ પાસેથી પોલીસે એક-એક હજાર રૂપિયાનો દંડ ભર્યો હતો. તેમજ જીમના માલિક અને ટ્રેનર અંસાર નાસીર બેગ(રહે. બેઠી કોલોની ઉમરવાડા,સલાબતપુરા) અને આબીદ નૂરમોહમદ મલિક( રહે. કિર્તી એપાર્ટમેન્ટ, હરીનગર, ઉધના) વિરુદ્ધ જાહેરનામા ભંગની કલમ 188, 269 તેમજ એપેડેમિક ડીસીસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...