કાર્યવાહી:રેતી અને માટી ચોરી કરનારાઓ પાસેથી 6 મહિનામાં રૂ.1.31 કરોડ દંડ વસૂલાયો

સુરત16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગેરકાયદે રેતી-માટી ખનનમાં 10 કેસ માટી ચોરીના અને 8 રેતીચોરીના હતા

ગેરકાયદે કરાઇ રહેલાં રેતીખનન અને માટી ચોરીને ડામવા માટે તંત્ર દ્વારા લેવાયેલા પગલાંમાં 6 મહિનામાં 1 કરોડ 31 લાખનો દંડ વસુલવામાં આવ્યો હતો.છેલ્લા 6 મહિનામાં 18 મામલા રેતીચોરી અને માટી ચોરીના ભૂસ્તર વિભાગ પાસે આવ્યા હતા જેમાં 10 મામલા માટી ચોરીના હતા.ખાણ ખનીજ વિભાગ દ્વારા કામરેજના ખોલેશ્વર ખાતે રેતી ચોરો સામે ફોજદારી દાખલ કરાઇ હતી.

ભુસ્તર વિભાગ દ્વારા કરાયેલી કાર્યવાહીમાં રેતીચોરો પાસે કુલ 40 લાખ 58 હજાર વસુલવામાં આવ્યા હતા.આ ઉપરાંત અલગ અલગ એરિયામાં માટી અને રેતીનું વહન કરનારા 65 વાહનો સામે દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી.83 લાખ 2 હજાર રૂપિયા વસુલવામાં આવ્યા હતા.અન્ય કેસોમાં 1 કરોડ 31 લાખની વસુલાત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...